નારાજગીના સમાચાર વચ્ચે હાર્દિક પટેલ પહોંચ્યા દિલ્હી, કોંગ્રેસ હાઇકમાન્ડે જુઓ શું આપી પ્રતિક્રિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 18:02:00
  • Views : 240
  • Modified Date : 2022-04-18 18:02:00

 

દિલ્લીમાં હાર્દિકે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે કરી બેઠક

હાર્દિક પટેલે અવગણના થતી હોવાની કરી ફરિયાદ

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલ સમક્ષ કરી ફરિયાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઇ છે. ચૂંટણી નજીક આવતા પક્ષ પલટો અને નારાજગીનો દોર શરુ થઇ ગયો છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ પંજાનો સાથ છોડી શકે છે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે.  હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાના સંકેત આપી રહ્યા છે આ વચ્ચે  એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

 

એક તરફ ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે એવામાં કોંગ્રેસથી કથિત રીતે નારાજ ચાલતા હાર્દિક પટેલે તેમની સાથે બેઠક યોજી હતી. રાજકોટમાં 3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જે બાદ હાર્દિક પટેલ દિલ્લી પહોંચ્યા હતા. દિલ્લીમાં હાર્દિકે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક કરી હતી. હાર્દિક પટેલે અવગણના થતી હોવાની ફરિયાદ કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલ સમક્ષ ફરિયાદ કરી હતી. તો સામે  કે.સી. વેણુગોપાલે હાર્દિકને પક્ષને નુકસાન થાય તેવા નિવેદનો જાહેરમાં ન કરવા ઠપકો આપ્યો હતો.

હાર્દિક પટેલે પ્રભારી રઘુ શર્માને પણ કરી ફરિયાદ

હાર્દિકે પોતાની ફરિયાદોની રજૂઆત પ્રભારી રઘુ શર્માને પણ કરી હતી.  ત્યારે હવે હાઇ કમાન્ડ હાર્દિકની ફરિયાદ અંગે હાઇકમાન્ડ રઘુ શર્મા પાસે રિપોર્ટ માંગશે તેમજ આગામી સમયમાં હાર્દિક પટેલની જવાબદારી પણ નક્કી કરાશે. તો આ તરફ હાર્દિકની રજૂઆત બદલ  ફરિયાદોનું નિરાકરણ લાવવા વેણુગોપાલે પણ હાર્દિકને ખાતરી આપી હતી. 

 

હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બેઠક

હાર્દિક પટેલની કથિત નારાજગી વચ્ચે  રાજકોટમાં  3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી.  આ બેઠક રાજકોટમાં નરેશ પટેલના નિવાસ્થાને યોજાઈ હતી. બન્ને પાટીદાર નેતાઓની બેઠકને લઈ અનેક અટકળો લગાવવામાં આવી  હતી.. આપને જણાવી દઈએ કે, નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે હાર્દિક પટેલે અગાઉ ખુબ પ્રયાસો કર્યા હતા. જેમાં હાર્દિકે જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આહ્વાન કર્યુ હતુ. પરંતુ ત્યાર બાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી હોવાનુ પણ સામે આવ્યુ હતુ. 

 

 

Download Our B K News Today App



Related News