પાટીદાર સમાજ દ્વારા સરકાર દ્વારા કેસ પાછા ખેંચવા આવેદનપત્ર અપાયું....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 17:45:52
  • Views : 465
  • Modified Date : 2020-03-02 17:45:52


પાટીદાર સમાજ દ્વારા સરકાર દ્વારા કેસ પાછા ખેંચવા આવેદનપત્ર અપાયું....પાટીદાર અનામત આંદોલન સમયે બનાસકાંઠામાં પણ પાટીદારો પર થયેલા કેસ સરકારે હજુ સુધી પાછા ખેંચ્યા નથી જેથી આજે પાટીદાર લોકોએ કલેકટરને આવેદનપત્ર આપવામાં આપ્યું હતું. અને જો સરકાર આ તમામ કેસો પાછા નહીં ખેંચે તો ફરીથી 2015 જેવું આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.... 2015 માં પાટીદાર અનામત આંદોલન સમયે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં દરેક પાટીદાર આગેવાનો પર પોલીસ કેસ થયા હતા જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ફાયરિંગ દરમિયાન બે પાટીદાર યુવાનોના મોત થયા હતા જ્યારે પોલીસે ધમાલ દરમ્યાન ગઢ ગામે ૧૬૭ જેટલા પાટીદાર લોકો પર ફરિયાદ દાખલ કરી હતી બાદમાં સરકારે આમ તમામ લોકો પરથી કેસો પાછા ખેંચી લેવાની વાત કરી હતી પરંતુ હજુ સુધી કેસો પાછા ન ખેંચતાં આજે બનાસકાંઠા જિલ્લામાં જે લોકો પર કેસ થયા હતા તે તમામ લોકોએ કલેકટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું. અને પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચી લેવા માટે રજૂઆત કરી હતી સાથે સાથે જ જો સરકાર આ તમામ પાટીદારો પર થયેલા  કેસ પાછો નહીં ખેંચે તો ફરીથી 2015 જેવું ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ પાટીદારોએ ઉચ્ચારી છે.....


Download Our B K News Today App



Related News