હર ઘર તિરંગા અભિયાનનો હેતુ દેશના લોકોને એક કરવાનો છે. તેમને ઘરમાં તિરંગો ફરકાવવા માટે પ્રેરિત કરવા પડશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-09 12:20:02
  • Views : 291
  • Modified Date : 2022-08-09 12:20:02


હર ઘર તિરંગા અભિયાનનો હેતુ દેશના લોકોને એક કરવાનો છે. તેમને ઘરમાં તિરંગો ફરકાવવા માટે પ્રેરિત કરવા પડશે. જેનાથી લોકોમાં દેશભક્તિની લાગણી જન્મશે. તેનાથી તેમનામાં તિરંગા પ્રત્યે જાગૃતિ વધશે. જે અંતર્ગત આજે ગુજરાત સરકારની તિરંગા યાત્રા ડીસા તાલુકાના જેરડા ગામે આવી પહોંચતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

વર્ષે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. વર્ષ 2022 આપણને આઝાદી મળ્યાને 75 વર્ષ થશે. માટે દેશમાં અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે એક અભિયાન પણ ચાલી રહ્યું છે. તેનું નામ હર ઘર તિરંગા છે. જેમાં 13થી 15 ઓગસ્ટની વચ્ચે દેશના દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો છે. લોકોને તેમની ઓફિસ અને ઘરોમાં તિરંગો ફરકાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. જેમાં દેશના 25 કરોડ ઘરોમાં તિરંગો ફરકાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. લોકો અભિયાનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. બાળપણમાં, આપણને તિરંગાના દરેક રંગનું મહત્વ અને અર્થ સમજાવવામાં આવે છે. જે અંતર્ગત હાલમાં રાજ્ય સરકાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રા સમગ્ર ગુજરાત ગુજરાત ભરમાં ફરી રહી છે. અને તિરંગા યાત્રા કાર્યક્રમ અંતર્ગત લોકોને તિરંગા નું મહત્વ સમજાવવામાં આવી રહી છે જે અંતર્ગત તિરંગા યાત્રા આજે ડીસા તાલુકાના જેરડા ગામે આવી પહોંચતા બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે જેરડા ખાતે ભાજપ દ્વારા યોજવામાં આવેલી તિરંગા યાત્રા આવી પહોંચતા દેશના પૂર્વ કેબિનેટ મંત્રી હરિભાઈ ચૌધરી જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા સહિત સમગ્ર જિલ્લામાંથી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હાથમાં તિરંગો લઇ વાંજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News