સરકારી ભરતીમાં અનામત મુજબ ભરતી કરાતી ન હોવાના આક્ષેપ સાથે વિકલાંગોએ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 14:49:51
  • Views : 426
  • Modified Date : 2020-10-07 14:49:51

      સરકારી ભરતીમાં વિકલાંગોની 4 ટકા અનામત મુજબ ભરતી કરવામાં આવે છે. પરંતુ રાજકોટના વિકલાંગોએ આક્ષેપ કર્યો છે કે સરકારી ભરતી અનામત મુજબ થતી નથી. આ અંગે વિકલાંગોની બેઠક મળી હતી અને આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, વિકલાંગોને લાયકાત મુજબ નોકરી, અનામતનો લાભ અને બેરોજગાર ભથ્થું આપવા અમારી માંગ છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિકલાંગો એકઠા થયા હતાવિકલાંગ અનવરભાઈએ જણાવ્યું હતું કે, આજે અમે વિકલાંગોની માંગ લઈને આવ્યા છીએ. સરકારના અધિનિયમ 16 અને 17 મુજબ વિકલાંગોની 4 ટકા અનામત નોકરીમાં ભરતી હોવી જોઈએ તે નિયમ મુજબ ભરતી થતી નથી. હાલ લોકડાઉન અને કોરોનાની કપરી પરિસ્થિતિમાં વિકલાંગોની બેરોજગારી માટેની જે તકલીફો છે તે જોઈને વિકલાંગો માટે 4 ટકા અનામત છે તે હાલ મળતી નથી. લગભગ અમે 60 જેટલા વિકલાંગો કલેક્ટરને રજુઆત કરવા માટે આવ્યા છીએ..નિલા જોશી નામની મહિલાએ જણાવ્યું હતું કે, હું કો ઓપરેટિવ બેંકમાં જોબ કરૂ છું. રેલવેમાં, કોર્પોરેશનમા નોકરી માટે પ્રયત્ન કર્યો છે. તેમ છતાં પણ સરકાર કહે છે કે, 4 ટકા વિકલાંગોને અનામત છે. પરંતુ આજ સુધી અમને કોઈને ચાન્સ મળ્યો નથી. બધા શિક્ષિત બેરોજગાર છે. બધા પ્રાઈવેટ જોબ તો કરે છે પરંતુ જે લોકોને સરાકરી નોકરીની જરૂર છે તેને નોકરી મળતી નથી. ચૂંટણી હોય છે ત્યારે અમારી સામે સરકાર જુએ છે પછી વિકલાંગો સામે કોઈ જોતું નથી. બધા વિકલાંગો શિક્ષિત છે છતાં સરકાર અમારી સામે જોતી નથી. 500થી 700 રોજગારી ભથ્થુ આપે છે પણ એમાં કોઈનું કંઈ હાલ ચાલતું નથી.

Download Our B K News Today App



Related News