હજુ વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 24 કલાક અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 14:21:59
  • Views : 669
  • Modified Date : 2019-08-19 14:21:59

જુ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ધોધમાર વરસાદ વરસતા ગુજરાતના 49 તાલુકાઓમાં અત્યાર સુધીમાં 40 ઇંચ થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 110 તાલુકાઓમાં 20થી 40 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 86 તાલુકાઓમાં 10થી 20 ઇંચ અને 6 તાલુકાઓમાં સૌથી ઓછો 5થી 10 ઇંચ વરસાદ પડ્યો છે. ઝોન મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 1480 મિમી અને સૌથી ઓછો કચ્છમાં 410 મિમી વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાકનો વરસાદઅમદાવાદ સહિત રાજ્યભરમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં 1 ઇંચથી વધુ નોંધાયો છે. જ્યારે પંચમહાલ, ભાવનગર અને જૂનાગઢમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો કચ્છના ભચાઉ તાલુકમાં 3 મિમી વરસાદ વરસ્યો હતો.સિઝનનો 88.59 ટકા વરસાદ નોંધાયોરાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ 88.49 ટકા સારો વરસાદ નોંધાયો છે. જૂન મહિનામાં 4 ઇંચ, જુલાઈ મહિનામાં 9 ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહિનામાં 15.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આવી રીતે સિઝનનો કુલ 29 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.અમદાવાદમાં તાપમાન ઉંચકાતા અસહ્ય ઉકળાટશહેરમાં વરસાદના અભાવ અને તાપમાન ઉંચકાતા અસહ્ય ઉકળાટથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી આમ બેવડી ઋતુથી રોગચાળો પણ વકરી રહ્યો છે. જોકે આજે હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે.

Download Our B K News Today App



Related News