ડીસાના હાજીઓ સાથે 23 લાખની ઠગાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 11:19:37
  • Views : 517
  • Modified Date : 2020-07-28 11:19:37

  ડીસાના ઘાસુરા પરીવાર સહીત તેમના સંબંધીઓને હજયાત્રાએ લઇ જવાનું કહી મજાદરના બે શખ્સોએ રૂ.23 લાખ પડાવી હજયાત્રાએ ન લઇ જઇ પૈસા ચ્યાઉ કરી ગયા હતા.આ પૈસા પાછા આપવાનું કહી પાલનપુરના વકીલ સહિત શખ્સે ગઠિયાઓ પાસે સેટીંગ કરી છેતરપિંડી આચરતાં જિલ્લા પંચાયત નિવૃત્ત કર્મીએ પાંચ સામે ફરિયાદ નોધાવી છે. ડીસાના બીસ્મીલ્લા સોસાયટીમાં રહેતા જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મી નિઝામખ સહીત તેમના સંબંધીઓને મજાદરના બે શખ્સોએ હજયાત્રાએ લઇ જવાને નામે દોઢ વર્ષ અગાઉ રૂ.23 લાખ ઉઘરાવી લીધા હતા. હજયાત્રાનો સમય પુરો થઇ જતા શખ્સોએ ઉડાઉ જવાબ આપી લીધેલા પૈસાનું દેવું ભરી દીધું હોવાનું જણાવ્યું હતું.જો કે તે બાદ પાલનપુરના એક શખ્સ તેમજ વકીલ એ.એચ.છોરિયા સાથે મળી ફસાયેલા રૂપિયા કાઢી આપવાનું કહી તેમની પાસેથી રૂ. 23 લાખના કરેલા અધિકાર પત્ર સહિત કોરા ચેક પાછા લઇ સમજુતી પત્રક લખાવી ગઠિયા પાસેથી મજાદર ખાતે બે ફ્લેટના દસ્તાવેજ કરી આપવાનું કહ્યું પરંતુ થોડા દિવસો બાદ વકીલ અને શખ્સે સંતોષકારક જવાબ ન આપતા ઠગાઇનો ભોગ બનેલા લોકો જહાંગીરભાઇના ઘરે પહોંચી જતા તેને ઘરની બહાર નીકળી જવા કહી આજ પછી ઉઘરાણી કરશો તો મારી નાખવાની ધમકી આપતા નિવૃત્ત કર્મી નિઝામખાન હિયાતખાન ઘાસુરાએ મજાદરના યુનુસભાઇ આદમભાઇ બગા, અહેમદભાઇ યુનુસભાઇ બગા, રફીકભાઇ ઇદ્રીશભાઇ નાંદોલીયા અને મધ્યસ્થી બનેલા પાલનપુરના જહાંગીરભાઇ યાસીનખાન ઘાસુરા અને વકીલ એ.એચ.છોરિયા સામે ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News