જાબડીયાના સરપંચ વિરૂધ્ધ હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-03 14:18:42
  • Views : 586
  • Modified Date : 2020-01-03 14:18:42

બનાસકાંઠાના જાબડીયા ગામના સરપંચ ત્રણ સંતાનના પિતા બન્યા બાદ પણ સસ્પેન્ડ ન થતા આખરે અરજદારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને ત્રણ સંતાનના પિતા બન્યા બાદ પણ સરપંચ પદેચાલુ રહેવા માટે અવનવા કીમીયા અપનાવતા સરપંચ સામે અરજદારે તમામ સાબિતીઓ સાથે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાબડીયા ગામના સરપંચ પદે જબ્બરસિંહ પરમાર છે. જેમને વર્ષ ૨૦૧૮ માં ત્રીજુ બાળક આવતા જ ગામના જાગૃત નાગરિક રામજીભાઈ સોલંકીએ તેઓને સરપંચ પદ છોડી દેવા જણાવ્યું હતું. પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરપંચ પદ ના છોડતા આખરે રામજીભાઈ સોલંકીએ ડીસા તાલુકા પંચાયતમાં ફરિયાદ કરી હતી. જો કે ત્યાંથી સરપંચને ક્લીનચીટ મળ્યા બાદ અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી પરંતુ ત્યાં પણ સરપંચને ક્લીન ચીટ મળતા આખરે અરજદારે હવે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. ત્યારે સરપંચ જબ્બરસિંહ પરમાર સરપંચ પદે ચાલુ રહેવા માટે પણ અવનવા કીમિયાઅપનાવી રહ્યા છે અને અસલ રેકર્ડ સાથે ચેડા કર્યા છે. જેમાં સરપંચે તેમનું બીજું સંતાન તેમનો ભાઇ હોવાનું દર્શાવ્યું હતું. હકીકતમાં તેમના પિતાનું મૃત્યુ ૧૯૯૦ માં થયું હતું, તો ૩૦ વર્ષ પહેલાં અવસાન પામેલા વ્યક્તિને ૬ વર્ષનું બાળક કઈ રીતે થયું તે એક મોટો સવાલ છે. જો કે તલાટીઓ પાસેથી ખોટા રેકોર્ડ ઉભા કરી હજુ પણ આ સરપંચ પદ છોડતા નથી. ત્યારે અરજદાર રામજીભાઈએ તમામ અસલ પુરાવાઓ એકઠા કરી હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.


Download Our B K News Today App



Related News