પાલનપુરમાં ડમ્પર એસોસિએશનની હડતાળડીસા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-20 13:47:12
  • Views : 422
  • Modified Date : 2020-01-20 13:47:12


બનાસકાંઠાના પાલનપુરમાં ડમ્પર એસોસિએશન દ્વારા દસ દિવસની હડતાળ પાડવામાં આવી છે. ઓવરલોડ ડમ્પર બંધ કરવા અને યોગ્ય ભાવ મળી રહે તે માટે ડમ્પર એસોસિએશન દસ દિવસ હડતાળ રાખશે.બનાસકાંઠામાંથી પસાર થતી બનાસનદીની રેતીની સમગ્ર રાજ્યમાં ભારે માંગ છે. ત્યારે આ રેતી ડમ્પરો મારફત ઉતારવામાં આવે છે. ત્યારે અવારનવાર ઓવરલોડ ડમ્પરોને લઈને વિવાદ સર્જાતા હોય છે અને ક્યારેક પોલીસ અને ખનીજ વિભાગ દ્વારા પણ ડમ્પર પકડીને ડિટેઇન કરતા હોય છે. ત્યારે પાલનપુર ડમ્પર એસોસિએશન દ્વારા હડતાળ પાડી ઓવરલોડ ડમ્પરો બંધ કરવાની માંગ સાથે ભાવ વધારાની પણ માંગ કરી રહ્યા છે. ડમ્પર માલિકો દ્વારા અંદાજીત ૩૦૦ થી ૩૫૦ જેટલા ડમ્પરો બંધ કરી દીધા હતા. રોડ પર દોડતા ઓવરલોડ ડમ્પરો ઉભા રાખી સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ બાબતે ડમ્પર માલિક રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઓવરલોડ ડમ્પર ભરવાના કારણે ડમ્પરને નુકસાન થાય છે સાથે ખનિજની પણ ચોરી થતી હોય છે. જેથી ઓવરલોડ ડમ્પર ન ભરવા અને પાલનપુરમાં સારા ભાવ મળી રહે તે માટે અમોએ દસ દિવસની હડતાળ પાડી છે. એ સમય દરમ્યાન કોઈ ડમ્પર નીકળશે તો તેને રોકી સમજાવવાની કોશિશ કરીશું. પાલનપુરમાં અંદાજીત ૩૦૦ ઉપરના ડમ્પરોના ટાયર થંભી ગયા હતા. જ્યારે અન્ય ડમ્પર માલિકો પણ હડતાળમાં જોડાઈ રહ્યા છે. જેથી આગામી દસ દિવસ સુધી આ હડતાળ ચાલુ રહેશે તો માર્કેટમાં રેતીની માંગને લઈને તંગી ઉભી થશે.


Download Our B K News Today App



Related News