મરચામાં ઐતિહાસિક ભાવવધારો ઃ ગૃહિણીઓના બજેટ પર અસર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-03-11 14:15:35
- Views : 438
- Modified Date : 2020-03-11 14:15:35
મરચામાં ઐતિહાસિક ભાવવધારો ઃ ગૃહિણીઓના બજેટ પર અસર
ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં ભોજનમાં વપરાતા મરચામાં ઐતિહાસિક ભાવવધારો થયો છે અને અત્યારસુધીમાં સૌથી વધુ એટલે કે મરચાનો ભાવ ડબલ થઈ જતા આ વર્ષે ગૃહિણીઓને મરી મસાલાનું બજેટ ચોક્કસ ખોરવાઈ શકે તેમ છે. દિવસેને દિવસે મોંઘવારી હદ વટાવી રહી છે. એક પછી એક ખાદ્ય કે જીવન જરૂરી વસ્તુઓ અને ખાસ કરીને રસોડામાં જોઈતી વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે. ડીસા સહિત બનાસકાંઠાના બજારોમાં બારેમાસ માટે ભરવામાં આવતા મરચાની આવક શરૂ થઈ ગઈ છે. પરંતુ આ વર્ષે ભાવ સાંભળતા જ તીખું તમતમતું મરચું મોઢામાં નાખ્યું હોય તેમ સિસકારા બોલી જાય તે હદે મરચાના ભાવ વધી ગયા છે.ડીસા શહેર ઉપરાંત જિલ્લાના અનેક ગામોમાંથી ગૃહિણીઓ ડીસા ખાતે બારેમાસ રસોઈમાં વાપરી શકાય તે માટે શુદ્ધ અને ભાવ પણ વ્યાજબી હોય ત્યાં ખરીદી માટે આવે છે. ડીસાની બજારમાં હાલ નવા મરચાની આવક શરૂ થઈ ગઈ છે. પરંતુ આ વર્ષે ગત વર્ષ શક્તિપીઠ અંબાજીમાં... પાના નં.૧ ચાલુ...અહીં અંબાજી મંદિરની મશાલ લઈને સાંજે મંદિરથી મહારાજ અને અધિકારીગણ ગુજરાતી શાળા આવ્યા હતા. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી. અંબાજીમાં ઘણા વર્ષોથી હોળી ઠાકોર સમાજના અધ્યક્ષસ્થાને ઉજવાય છે.મરચામાં ઐતિહાસિક... પાના નં.૧ ચાલુ...કરતા મરચામાં બમણો ભાવવધારો થઈ ગયો છે. મરચાના હોલસેલના વેપારીઓના જણાવ્યા પ્રમાણે અનેકજાતના મરચાં આવે છે પણ બનાસકાંઠા સહિત આજુબાજુના વિસ્તારોમાં ખાસ તેજા, કાશ્મીરી વંડર, બેડગી, અને વી.એન.આર. મરચું ચલણમાં છે. લોકો વધુ આ ચાર જાતની તીખા, મોળા અને કલર પણ આવે શાકમાં તે માટે ખરીદી કરે છે. જીતેન્દ્ર ભી.શાહ વર્ષોથી હોલસેલ મસાલાનો વ્યવસાય કરે છે. તેઓના જણાવ્યા પ્રમાણે ગત વર્ષો કરતા આ વર્ષે ભાવમાં બમણો વધારો થયો છે. ગત વર્ષે જે મરચાનો ભાવ હતો તેના કરતાં આ વર્ષે બમણો થઈ ગયો છે. ગત વર્ષે તેજા મરચું ૮૦ રૂપિયે હતું આ વર્ષે ૧૫૦ રૂપિયે છે, કાશ્મીર વંડર ૧૦૦ હતા એ વર્ષે ૧૭૦ થયા, બેડગી ૧૫૦ની જગ્યાએ ૩૦૦, વી.એન.આર.ના ૧૩૦ હતા. જ્યારે આ વર્ષે ૨૦૦ થઇ ગયા છે. બનાસકાંઠા અને ગુજરાતમાં મરચું મોટાભાગે આંધ્રપ્રદેશ, તેલંગાણા,કર્ણાટક અને મધ્યપ્રદેશથી આવે છે. વળી સમગ્ર દુનિયામાં પણ ૮૩ ટકા મરચું માત્ર ભારત દેશ પૂરું પાડે છે. એટલું જ નહીં ત્યાંથી આવતું મરચી ડીસાથી રાજસ્થાન અને આજુબાજુના જિલ્લાઓમાં પણ જાય છે. એક વ્યક્તિ વરસ દરમિયાન સરેરાશ ૩ કિલો મરચું ખાય છે. જેમાં બનાસકાંઠા જિલ્લા માં વર્ષ દરમિયાન ૪૦૦ ટ્રક માલની ખપત થાય છે એટલે કે ૪૦૦૦ ટન મરચું માત્ર બનાસવાસીઓ વર્ષ દરમ્યાન ખાઈ જાય છે. મરચાંમાં આ વર્ષે ગત વર્ષનો સ્ટોક નથી,વળી જે રાજ્યોમાં મરચાંનું વધુ ઉત્પાદન થાય છે ત્યાં કમોસમી માવઠાથી ઉત્પાદન ઘટી ગયું અને એટલું ઓછું હોય તેમ કોરોના વાયરસની અસર પણ ભાવ વધારા માટે જવાબદાર છે કારણ કે ચીનથી અન્ય દેશોમાં થતી મરચાની નિકાસ ઘટી છે જવાથી ભારતમાંથી અન્ય દેશોમાં મરચાંની માંગ વધતા પણ ભાવ પર અસર થઈ છે. હાલમાં મરચાંના પુરવઠા સામે માંગ વધી જતા ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે અને તેમાં કોરોના વાયરસની અસર પણ તેટલી જ જવાબદાર છે. ત્યારે હવે વાર્ષિક મસાલા ભરવાની સિઝન પૂર્વે જ મરચાના ભાવવધારા સામે ગૃહિણી પોતાનું બજેટ કઈ રીતે મેનેજ કરશે તે જોવું રહ્યું.પાલનપુરની કોલેજમાં ... પાના નં.૧ ચાલુ...યુવકો કોલેજના યુવકો સાથે ભેગા મળી કોલેજની વિદ્યાર્થીઓ સાથે ધૂળેટી રમતા હતા. જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ કોલેજની વિદ્યાર્થીનીઓને કલર છાંટવાના બહાને છેડતી કરતા હોવાની ફરિયાદ મળતા કોલેજના પ્રોફેસર દોડી આવ્યા હતા. અને એક વિદ્યાર્થીને લાફો માર્યો હતો.જેથી વિદ્યાર્થી સંગઠનના યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા. જેમણે કોલેજ પ્રસાસન સામે સુત્રોચાર બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન કોલેજ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કોલેજ ખાતે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.કાંકરેજનું સલીમગઢ... પાના નં.૧ ચાલુ...આ ગામને, ગામના પરિવારને અને સમાજને બચાવવા માટે તમામ લોકોએ અત્યારસુધી અનેક પ્રયાસો કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે પણ આ ગામની કોઈપણ દુકાનમાં કે કોઈપણ ઘરમાં કોઈપણ પ્રકારની ગુટકા, દારૂ કે અન્ય વ્યસનયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ થતું નથી. આ ગામના વડીલો આજે પણ આ ગામના લોકોને વ્યસનથી દૂર રાખવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. વારે તહેવારે સારા-નરસા પ્રસંગે પણ વ્યસનથી કઇ રીતે બચવું તે માટેના વડીલો લોકોને સમજાવે છે. દારૂ, ગુટખાનું વ્યસન નથી એટલે આ ગામમાં શાંતિ પણ જળવાઈ રહી છે અને તેથી જ આજદિન સુધી અહીં કોઈ પોલીસ ફરિયાદ પણ થઈ નથી. એકમાત્ર વ્યસન નામના રાક્ષસથી દૂર રહેતા આ ગામમાં સ્વચ્છતા સંપ સહકાર અને ભેદભાવ વગર કામના લોકો સુખેથી પોતાનું
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 22
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 19
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 45
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 28
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 159
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 110
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 102
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 100
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 105
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 77
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 85
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 84
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 74
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 68
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 66
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 111
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 89
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 141
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 76
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 64
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 84
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 90
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 116
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 75
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 75
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 69
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 74
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 81
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 70
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 79
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 66
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 76
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 74
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 75
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 61



