ઝૂંપડાઓ પર દિવાલ પડતાં એક મહિલા સહિત 8નાં મોત, તમામ મૃતકો પરપ્રાંતીય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-10 19:20:09
  • Views : 644
  • Modified Date : 2019-08-10 19:20:09

મોરબી શહેરમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ઝૂંપડા પર દિવાલ પડતાં એક મહિલા સહિત 8 મજૂરોનાં મોત થયા છે. જેને પગલે કલેક્ટર અને SP ઘટનાસ્થળે પહોંચ્યા છે. મધ્યપ્રદેશના રહેવાસી એવા આ તમામ મૃતકોમાં કાળીબેન બલુભાઈ(ઉ. 18, મધ્યપ્રદેશ), કવિલા બિદેશ ડામોર (ઉ.વ. 19, એમ.પી.), આશા પૂનમ આંબલિયા (ઉ.વ. 15, એમ.પી.), બિદેશભાઈ
મિલીભુડા (ઉ.વ.20, એમ.પી.), કસ્માબેન સેતુભાઈ (ઉ.વ.30, એમ.પી.), લલિતાબેન ચંદુભાઈ (ઉ.વ.16,એમ.પી.), અકલેશભાઈ સોનુભાઈ (ઉ.વ. 14, એમ.પી.) તેજલબેન સોનુભાઈ (ઉ.વ.13, એમ.પી.)નો સમાવેશ થાય છે.બાજુના ઝૂંપડાઓ પર દિવાલ પડતા દુર્ઘટના બનીઆ દુર્ઘટના મામલે મોરબીના એડી. કલેકટર કેતન જોષીએ જણાવ્યું હતું કે, એક મહિલા સહિત આ દુર્ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા છે, આ સ્થળની બાજુમાં દિવાલના ટેકે ઝૂંપડાઓમાં મજૂર પરિવારો રહેતા હતાં. આ ઝૂંપડાઓ પર દિવાલ તૂટી પડતા મજૂરો દટાયા હતા. જેમાંથી 9ને હોસ્પિટલે ખસેડાતા એક મહિલા અને 7 પુરૂષો સહિત 8ના કરૂણ મોત નિપજ્યા છે. કલેકટર માકડીયા, એસપી કરણરાજ સ્થળ ઉપર દોડી ગયા છે.

Download Our B K News Today App



Related News