ટ્રેકટરની અડફેટે આવવાથી મોત થયું કે પછી અન્ય કારણ ઘુટાંતુ રહસ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-06 11:26:19
  • Views : 595
  • Modified Date : 2019-08-06 11:26:19

દિયોદર જી. આઈ. ડી. સી. માં આવેલ શો મીલમાં લાકડા ઠલવવા આવેલ થરાના યુવાનની હાઈવે વિસ્તાર ઉપરથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. જેમાં બે
વ્યÂક્તની પુછ-પરછ દરમ્યાન લાકડા ભરેલ ટ્રેકટરની અડફેટ આવતા મોત થયું હોવાનું જણાવતા પરિવારજનોએ
બનાવને છુપાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજના થરા ખાતે રહેતા જયંતિભાઈ વેલાભાઈ ઠાકોર ગત તા. ૪-૮-૨૦૧૯ ના મોડી સાંજે
જીજે-૦૯-બીસી-૩૬૪૬
નંબરનું ટ્રેકટર ટોલી સાથે લાકડા ઠલવવા આવ્યા હતા. જેમાં
જી. આઈ. ડી. સી.ના નાકે આવેલ વજન કાંટા ઉપર
ટ્રેકટરના લાકડાનું વજન કરાવ્યું હતું અને શો. મીલમાં લાકડા ઠલવ્વયા હતા. જે બાદ જયંતિભાઈ વેલાભાઈ ઠાકોરની લાશ વજન કાંટા આગળ
સાઈડના ભાગમાં જાવા મળતા તાત્કાલિક દિયોદર પોલીસને જાણ કરવામાં આવી હતી. જે મામલે મુતકના પરિવારજનોને પણ જાણ કરતા પરિવારજનો પણ દિયોદર ખાતે દોડી આવ્યા હતા.
જે અંગે મુતક યુવાનના પુત્ર વનરાજજી જયંતિજી ઠાકોરે દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે મૃતક જયંતિજી
ઠાકોર સાથે આવેલ બે વ્યÂક્તની સઘન પુછ-પરછ કરતા ટ્રેકટર ટોલી સાથે રીવર્સ લેતા ટ્રેકટરની અડફેટ આવતા મોત નિપજયું હોવાનું જણાવ્યુ હતું. ત્યારે બીજી તરફ મૃતકના પરિવારજનોએ આ વાતને
નકારી કાઢી હતી અને ઘટના વિશે સત્ય તપાસ કરવા માંગ કરી હતી. જે મામલે પોલીસે દ્વારા મૃતકની લાશને દિયોદર રેફરલ હોÂસ્પટલ ખાતે પી. એમ. અર્થે ખસેડવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ મોતનું રહસ્ય હજુય અકબંધ રહેવા પામ્યું છે.

Download Our B K News Today App



Related News