ગુન્હાખોરીનો ખાત્મો બોલાવવા પોલીસ સાથે પ્રજાનો પણ સાથ જરૂરીઃ આશીષ ભાટીયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 12:46:42
  • Views : 469
  • Modified Date : 2019-11-04 12:46:42

હિંમતપૂર્વક લુંટારૂઓનો સામનો કરનાર યુવાનનું બહુમાન કરતા અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે. રાજકોટ, તા., ૪:  અમદાવાદના ઇન્ચાર્જ કનિદૈ લાકિઅ પોલીસ કમિશ્નર તરીકે આશીષ ભાટીયાએ  ચાર્જ સંભાળતાની સાથે જ પોલીસ તંત્રને  દોડતુ કરવા સાથે લોકોને પણ સાથ આપવા કરેલી અપીલ રંગ લાવી છે. કનિદૈ લાકિઅ અમદાવાદના એક અકિલા હિંમતવાન યુવકે પોતાનો મોબાઇલ લુંટી રીક્ષામાં નાસેલા શખ્સોનો પીછો કરી  જીવના જોખમે પાછળ દોડી રીક્ષામાં ચઢી જઇ રીક્ષા કનિદૈ લાકિઅ પલ્ટાઇ ગઇ ત્યાં સુધી હિંમત ન હારનાર સંતોષકુમાર દાસને આશીષ ભાટીયાએ પોતાની ચેમ્બરમાં અકીલા બોલાવી વિશિષ્ટ સન્માન કરવા સાથે સન્માનપત્ર અર્પણ કનિદૈ લાકિઅ કર્યુ હતું. તેઓએ આ પ્રસંગમાંથી બોધ લઇ પોલીસ અધિકારીઓ અને પ્રજાજનોને આજ રીતે  હિંમત દાખવી સહકાર આપવા અપીલ કરવા સાથે કોઇ પણ સંજોગોમાં ગુન્હેગારોનો કનિદૈ લાકિઅ મુકાબલો કરવામાં પોતે પોલીસ અને પ્રજાની સાથે રહેશે તેવી ખાતરી આપી હતી. અત્રે યાદ રહે કે અમદાવાદમાં સુરેલ ટાવર પાસેથી પસાર થઇ રહેલા કનિદૈ લાકિઅ સંતોષકુમાર દાસના નામના યુવાનનો મોબાઇલ ફોન ઓટો રીક્ષામાં આવેલ બે યુવાનોએ લુંટી લઇ  રીક્ષા દોડાવી મુકી હતી. સંતોષકુમાર  પાછળ દોડી અને રીક્ષામાં કનિદૈ લાકિઅ ચડી જઇ રીક્ષાનું હેન્ડલ પકડી રાખેલ. ચાલુ રીક્ષાએ ધબધબાટી બોલતા રીક્ષા ઉંધી વળી ગઇ હતી. ફરીયાદી ઇજાગ્રસ્ત થવા છતા રિક્ષાચાલકને પકડવા કનિદૈ લાકિઅ માટે તેનો કાઠલો પકડયો પરંતુ ફરીયાદી ઘાયલ થતા બે શખ્સો ફરાર થઇ ગયા હતા. પોલીસ રીક્ષા નંબરના આધારે એ શખ્સોને શોધવા સતત દોડધામ કરી રહી છે.

Download Our B K News Today App



Related News