યુવતીની છેડતી થતાં ‘બિગ બોસ’ ફૅમ પ્રીતમ બચાવવા ગયો, ગુંડાઓએ માર માર્યો અને કાર ડેમેજ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-09 15:49:20
  • Views : 413
  • Modified Date : 2020-03-09 15:49:20

‘બિગ બોસ 8’ના ફાઈનલિસ્ટ રહી ચૂકેલો આરજે પ્રીતમ પ્યારે (પ્રીતમ સિંહ)એ ટ્વિટર પર એક દર્દનાક ઘટના અંગે વાત કરી હતી. આ ઘટના રવિવારે (આઠ માર્ચ) સવારે ચાર વાગે બની હતી. તેણે કેટલીક ડિસ્ટર્બિંગ તસવીરો પણ શૅર કરી હતી, જેમાં એક યુવકના શરીર પર ઈજાના ગંભીર નિશાનો જોવા મળે છે. પ્રીતમને મતે, આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ પર આ યુવક-યુવતી પર કેટલાંક ગુંડાઓએ હુમલો કર્યો હતો અને તેણે આ બંનેને છોડાવવા માટે મદદ કરી હતી.

પ્રીતમે ટ્વિટર પર કહ્યું હતું, રવિવારે ખરાબ રીતે માર માર્યા બાદ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. પછી ટ્વીટ કરીને કહ્યું હતું. આ ઘટના બંગુર નગર (મુંબઈ) સિગ્નલ પર બની હતી. એક યુવક તથા યુવતીને કેટલાંક ગુંડાઓ ખરાબ રીતે માર મારતા હતાં. તે સમયે હું ત્યાંથી મારી કારમાં પસાર થયો અને તેમને મદદ કરવાની કોશિશ કરી હતી. ગુંડાઓએ મારી કારને અને મને નુકસાન પહોંચાડ્યું. પછી પ્રીતમે મુંબઈ પોલીસ તથા શિવસેનાને ટેગ કરીને ટ્વીટ કરી હતી, યુવકને ગંભીર ઈજા થઈ છે. તેને નિકટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News