ડીસાનો ગુલબાણીનગર વિસ્તાર ગંદકીની લપેટમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-05 15:26:42
  • Views : 418
  • Modified Date : 2020-02-05 15:28:30

ડીસાનો ગુલબાણીનગર વિસ્તાર ગંદકીની લપેટમાંડીસા

ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે અનેક કામો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આજે પણ કેટલાંક એવા વિસ્તાર છે કે જ્યાં નગરપાલિકા દ્વારા કોઈ જ પ્રકારના વિકાસના કામો કરવામાં આવ્યા નથી. ત્યારે ડીસાના ગુલબાણીનગર વિસ્તારમાં સફાઈ ન કરવામાં આવતા હાલ આ વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે.ગુજરાત સરકાર દ્વારા શહેરના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ કેટલાંક કોર્પોરેટરો દ્વારા જાણે તેમના વિસ્તારની કંઈ પડી જ ન હોય તેમ ડીસાના ગુલબાણી વિસ્તારના દ્રશ્યો જોતા લાગી રહ્યુ છે.  ગુલબાણીનગરમાં જ્યાં ૨૦૦ થી પણ વધુ પરિવારો રહે છે અને ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં આ વિસ્તારનો વિકાસ થશે તે હેતુથી લોકોએ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોને ખોબલે ખોબલે વોટ આપી વિજય બનાવ્યા હતા. જે બાદ ડીસા નગરપાલિકામાં ભાજપની સત્તા આવતા જાણે આ વિસ્તારના કોર્પોરેટરોને ગુલબાણીનગર વિસ્તારની કંઈ પડી જ ન હોય તેવું લાગી રહ્યુ છે. આ વિસ્તારમાં મોટા ભાગે ભાજપના કાર્યકર્તાઓ રહે છે. બીજી તરફ આ વિસ્તારની બાજુમાં મોટા ભાગે મોટી શાળાઓ આવેલી છે, જ્યાં રોજના મોટાભાગે વિદ્યાર્થીઓ અહીંથી પસાર થાય છે આ ગંદકીના કારણે અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ વિસ્તારમાં ગંદકીના કારણે લોકો બીમારીઓનો પણ સામનો કરી રહ્યા છે. ત્યારે આ બાબતે આ વિસ્તારના લોકો દ્વારા અનેકવાર નગરપાલિકા, કલેક્ટર અને ભારતના સ્વચ્છ અભિયાનમાં પણ રજુઆત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી આ વિસ્તારના લોકોને ગંદકીથી છુટકારો મળ્યો નથી. ત્યારે તાત્કાલિક ધોરણે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા અહીંયાથી ગંદકી દૂર કરાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે. ડીસાના ગુલબાણીનગર વિસ્તારમાં છેલ્લાં ઘણાં વર્ષોથી આ વિસ્તારના લોકો ગંદકીનો સામનો કરી રહ્યા છે. અનેક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ પરિણામ હજુ સુધી મળ્યું 



Download Our B K News Today App



Related News