ગુજરાતના 2002ના હિદુ-મુસ્લિમ રમખાણોના કેસમાં અરૂણ જેટલીએ જ મોદી-શાહને બચાવ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 17:25:38
  • Views : 677
  • Modified Date : 2019-08-24 17:25:38

એમણે 2002માં મોદી માટે મુખ્ય તારણહાર સાબિત થતા રહ્યા. મોદી ત્યારે મુખ્યમંત્રી હતા અને તેમના પર ગુજરાત રમખાણના કાળા વાદળા ઘેરાયા હતા. જેટલી ન માત્ર મોદી, પરંતુ અમિત શાહ માટે પણ એ સમયે મદદગાર સાબિત થયા હતા જ્યારે એમને ગુજરાતથી બહાર કરવામાં આવ્યા હતા. શાહને ત્યારે ઘણીવાર જેટલીના કૈલાશ કોલોની ઓફિસે જોવામાં આવતા હતા. અને બંને સપ્તાહમાં ઘણી વાર સાથે ભોજન કરતા જોવા મળ્યા હતા. મોદીને 2014માં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની ઓપચારિક જાહેરાતથી પહેલા કેટલાક મહીનામાં, જેટલીએ રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ અને નીતિન ગડકરીને સાથે લાવવા માટે એમણે પડદા પાછળ ખુબજ બારીકાઇથી કામ કર્યું હતું. પ્રશિક્ષણથી વકીલ રહેલા અરુણ જેટલી અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી હતા અને જ્યારે મોદી વડાપ્રધાન બન્યા તો એમણે અરુણ શૌરી અને સુબ્રમણ્યમ સ્વામીની સંભાવનાઓ પર વિરામ મુકતા અરુણ જેટલીને નાણામંત્રીના તમામ મહત્વપૂર્ણ કાર્ય સોંપવામાં આવ્યા. વડાપ્રધાન મોદીએ એકવાર અરુણ જેટલીને 'અનમોલ હીરો' બતાવ્યા હતા. આ સિવાય જેટલીને રક્ષા મંત્રાલયનો વધારાનો પ્રભાર પણ સોંપવામાં આવ્યો હતો. જ્યારે મનોહર પર્રિકરનું સ્વાસ્થ્ય બગડ્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રહેલા અરુણ જેટલીને રાજનીતિમાં 'ભણેલા ગણેલા વિદ્વાન મંત્રી' માનવામાં આવે છે. અતિ શિષ્ટ, વિનમ્ર અને રાજનૈતિક રીતે શ્રેષ્ઠ રણનીતિકાર રહેલા જેટલી ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મુખ્ય સંકટમોચન હતા. જેમની ચાર દાયકાની શાનદાર રાજનૈતિક ઇનિંગ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને પગલે સમય પહેલા જ સમાપ્ત થઇ ગઇ. 

Download Our B K News Today App



Related News