ગુજરાતમાં ભારે વરસાદ, NDRFની 18 અને SDRFની 11 ટીમો તહેનાત, 154 રસ્તા બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 14:14:50
  • Views : 819
  • Modified Date : 2019-08-09 14:14:50

સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. છોટાઉદેપુરમાં 24 કલાકમાં 13.5 ઈંચ વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતીની આગાહીને ધ્યાને લઇને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે. તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યા મુજબ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં રેસ્કયુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે NDRFની 18 ટીમો અને SDRFની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે.16 ગામોને વિજળીની અસરદક્ષિણ ગુજરાતમાં NDRFની 7 ટીમ, સૌરાષ્ટ્રમાં 5 ટીમ, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો કાર્યરત છે. રાજ્યમાં થઇ રહેલ વરસાદને પરિણામે કોઝવેમાં પાણી ભરાયા છે અને 154 રસ્તાઓ બંધ છે. જેમાં તાપી જિલ્લાના 39, છોટાઉદેપુરમાં 31 રસ્તાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત 16 ગામોને વીજળીની અસર થઇ છે.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન દ્વારા સતત મોનિટરિંગઆજે સવાર સુધીમાં 168 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં 336 મિમી, કવાંટમાં 282 મિમી, કુકરમુંડામાં 207 મિમી વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 66.40 ટકા થયો છે. રાજ્યના 13 જળાશયો પણ છલકાયા છે. સરદાર સરોવરમાં 75.99 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યમાં ભારે વરસાદ પડે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓ સાથે સતત સંપર્ક કરીને મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

Download Our B K News Today App



Related News