ગુજરાતમાં સરેરાશ 119.2૦ ટકા વરસાદ : 85 જળાશયો છલકાયા : નર્મદા ડેમમાં 95.78 ટકા પાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 18:22:54
  • Views : 473
  • Modified Date : 2019-09-13 18:22:54

રાજ્યમાં સરેરાશ 119.2૦ ટકા વરસાદ થવાથી 85 જળાશયો છલકાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના 16 તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તથા 26 જિલ્લાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજ તા.13 સપ્ટેમ્બર સવારે 6.૦૦ કલાક સુધીમાં સરદાર સરોવરમાં હાલમાં 3,19,996.28 એમસીએફટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના 95.78 ટકા છે. આ સાથે રાજ્યના 68 જળાશયો 7૦ થી 1૦૦ ટકા વચ્ચે ભરાયા છે. 17 જળાશયો 5૦ ટકાથી 7૦ ટકાની વચ્ચે ભરાયા છે. જ્યારે 12 જળાશયો 25 થી 5૦ ટકા વચ્ચે ભરાયા છે.રાજ્યના 26 જિલ્લાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે.આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના વ્યારા, માંડવી (સુરત), પલસાણા, ચોર્યાસી, વઘઇ, નવસારી, વાલોદ, આહવા, સુરત શહેર, વાંસદા, સુબીર, વંથલી, ઝાલોદ, બારડોલી અને રાણાવાવ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.રાજ્યમાં સરેરાશ 119.2૦ ટકા વરસાદ સાથે સરદાર સરોવરમાં 8,૦9,686 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જ્યારે 7,૦6,484 ક્યુસેક પાણીની જાવક છે. કડાણા જળાશયમાં 1,45,488 ક્યુસેક પાણીની આવક છે જ્યારે 1,5૦,589 ક્યુસેક પાણીની જાવક છે. ઉકાઇ જળાશયમાં 75,234 ક્યુસેક પાણીની આવક છે જ્યારે 74,૦34 ક્યુસેક પાણીની જાવક છે. વણાકબોરી જળાશયમાં 55,836 ક્યુસેક પાણીની આવક છે જ્યારે 55,836 ક્યુસેક પાણીની જાવક છે.દમણગંગા જળાશયમાં 13,173 ક્યુસેક પાણીની આવક છે જ્યારે 11,147 ક્યુસેક પાણીની જાવક છે અને કાલી-ર જળાશયમાં 1૦,914 ક્યુસેક પાણીની આવક છે જ્યારે 1૦,914 ક્યુસેક પાણીની જાવક છે.રાજ્યના 2૦4 જળાશયોમાં હાલમાં પાણીનો સંગ્રહ કુલ સંગ્રહ શક્તિના 83.75 ટકા છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 54.33 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 96.67 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 87.36 ટકા, કચ્છના 2૦ જળાશયોમાં 76.૦3 ટકા, સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 82.78 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

Download Our B K News Today App



Related News