ગુજરાતમાં પાણીચોરોને હવે મળશે સજા, વિધાનસભામાં પસાર થયું વિધેય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-26 18:21:35
  • Views : 869
  • Modified Date : 2019-07-26 18:21:35

ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. કેનાલમાંથી પાણી ચોરી અને કેનાલમાં થતાં નુકસાનને અટકાવવા રાજ્ય સરકારનું વિધાનસભામાં સુધારા વિધેયક ગૃહમાં પસાર થઈ ગયું. આ વિધેયકમાં સજા અને દંડમા વધારો કરાયો છે. આ અંગે ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, આ બિલ પાણી ચોરો ઉપર નિયંત્રણ લાવ

– ત્રણ મહિનાથી બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાદસ હજારથી બે લાખ રુપિયા સુધીના દંડની જોગવાઈ

– નહેરમાં છેદ પાડે, નહેરની મજબૂતાઈ અથવા સલામતીને નુકસાન પહોંચાડે તેવાં પ્રયત્નો સામે મહત્તમ બે વર્ષ સુધીની કેદ અને બે લાખનો દંડ
– નહેરોનાં પાણીને પ્રદુષિત કરનાર અથવા પ્રવાહી કે ઘન કચરો છોડનારને એક વર્ષની કેદ અને પચાસ હજારનો દંડ
– નહેરમાંથી અનધિકૃત રીતે પાણી ખેંચવાના કિસ્સામાં એન્જિન, પાઈપલાઈન અથવા પાણી ખેંચવાના અન્ય સાધનો હવે જપ્ત થશે
– પરવાનગી કરતાં વધુ પાણી ખેંચવું અથવા અનધિકૃત રીતે પાણી લેનાર વ્યક્તિને ત્રણ મહિના સુધી કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ થશે
– નહેરમાં પશુઓને લઈ જનારને પણ ત્રણ મહિનાની કેદ અથવા દસ હજાર રૂપિયાનો દંડજુની જોગવાઈ મુજબ નહેરને નુકસાનકારક કામગીરી બદલ અગાઉ ત્રણ થી છ મહિના સુધી કેદની સજા અને પાંચથી દસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ હતીતો આ વિધેયક અંગે ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર છેલ્લા ઘણાં વર્ષોથી ખેડૂતોને પાણી મળે તે માટે ચિંતા કરે છે. સુજલામ સુફલામ, નર્મદા સહિત અનેક યોજનાઓથી પાણી પહોંચાડ્યું છે. 1.5થી 2 લાખ કરોડ રૂપિયાના ખર્ચે પાણી પહોંચાડ્યું છે. જેનો સીધો લાભ ખેડૂતોને મળ્યો છે અને તેમનું ઉત્પાદન વધ્યું છે. આ બિલ જે ખૂબ ઓછા લોકો કે જે પાણી ચોરી કરે છે તેના પર નિયંત્રણ લાવશે. માથાભારે લોકો ખેડૂતો સુધી પાણી પહોંચવા દેતા નથી. કાયદામાં સજાની જોગવાઈ વધારી છે. નાના ગુનામાં નાની સજા અને મોટા ગુનામાં મોટી સજાની જોગવાઈ કરી છે. આ કાયદો ઉધોગગૃહો, ખેડૂતો કે રાજકીય પક્ષના નેતાઓ પર પણ લાગુ પડશે. કોંગ્રેસની સરકારમાં માધવસિંહ સોલંકી પણ આ બિલ લાવ્યા હતાપાણી ચોરી અટકાવવા માટે સુધારા વિધેયકનો કોંગ્રેસ દ્ગારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં સુત્રોચ્ચાર કરીને બિલ પાછું ખેંચવાની માગ કરી હતી. આ બિલ ખેડૂત વિરોધી હોવાનું કોંગ્રેસ જણાવ્યું હતું. જે બાદ કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના સભ્યોએ CM ઓફિસ બહાર ધરણાં કરી વિરોધ નોંધાવ્યો હતો.સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા બિલ પર કોંગ્રેસના વિરજી ઠુમ્મરે પ્રહાર કરતાં કહ્યું કે, ખેડૂતોને જેલમાં પૂરવાનો કાળો કાયદો લાવી છે સરકાર. તળાવમાં ઢોર પાણી પીવે તો સજા કરવાનું બિલ લાવી ભાજપ. આ બિલ લાવી ભાજપ સરકાર ખેડૂતોની દુશ્મન બની છે. ભાજપ માત્ર નર્મદા યોજનાનો જસ લેવાની વાત કરે છે.

Download Our B K News Today App



Related News