રાજકોટના શ્રીમંત ખેડૂત ફાર્મહાઉસમાં કાંગારૂનો ઉછેર કરે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-14 11:59:57
  • Views : 364
  • Modified Date : 2020-03-14 11:59:57

શું ભારત અને તેમાં પણ રાજકોટમાં કાંગારુ જોવા મળે તેની તમે કલ્પના કરી શકો! વાત માન્યામાં આવે તેવી નથી પરંતુ રાજકોટના દિલીપભાઈ તંતી નામના શ્રીમંત ખેડૂતે તેમના ફાર્મહાઉસમાં કાંગારુનો ઉછેર કર્યો છે. છ વર્ષ પહેલાં તેઓ ચેન્નાઈના મિત્ર પાસેથી કાંગારુની એક નર-માદાની જોડી લાવ્યા હતા અને આ જોડીએ નવ બચ્ચાંને જન્મ આપ્યો છે. તેમાંથી એક કાંગારુનું બચ્ચું તેમણે રિલાયન્સના મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને પણ આપ્યું છે. હાલ બે માદા કાંગારુ જ બચ્યાં છે. થોડા સમય પહેલા જ નર કાંગારુંનું મોત થતાં હવે આ વંશવેલો આગળ વધારવા તેઓ ટૂંક સમયમાં જ નર કાંગારુ લાવશે.

Download Our B K News Today App



Related News