ગુજરાતના 95 તાલુકામાં વરસાદ, છેલ્લા 24 કલાકમાં સુત્રાપાડા-વિસાવદરમાં સૌથી વધુ 8 ઇંચ, જામખંભાળિયામાં બે કલાકમાં 6 ઈંચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-11 17:47:09
  • Views : 539
  • Modified Date : 2019-09-11 17:47:09

હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો ગીર સોમનાથના સુત્રાપાડામાં 200 મિમી અને જૂનાગઢના વિસાવદરમાં 195 મિમી એટલે કે 8 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જામખંભાળિયામાં આભ ફાટ્યું હોય તેમ 2 કલાકમાં સાડા 6 ઈંચ વરસાદ પડ્યો છે. ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ 11 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધીમાં વેરાવળમાં 105 મિમી, કોડિનારમાં 100 મિમી અને જલાલપોરમાં 98 મિમી આમ ત્રણેય તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારે 6થી 12 વાગ્યા સુધીમાં માણાવદરમાં ત્રણ ઇંચથી વધુ, કુતિયાણા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, માંગરોળ, કેશોદમાં બે ઇંચથી વધુ અને તાલાલા, વડીયા, ભેંસાણમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

Download Our B K News Today App



Related News