ગુજરાતમાં ઘૂસ્યો આ અફઘાની આતંકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 12:31:59
  • Views : 778
  • Modified Date : 2019-08-19 12:31:59

ભારતભરમાં ઓગષ્ટ મહિનાની શરૂઆતથી જ આતંકી હુમલાને લઇને ઇનપુટ આપવામાં આવ્યા હતા. ગુજરાતમાં ચાર જેટલા આંતકી ઘૂસ્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાંથી એક વ્યક્તિ અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો હોવાનું કહેવાય છે.ગુજરાત એટીએસ તરફથી શહેરની એસઓજી, જીલ્લા એસઓજી અને તમામ પોલીસને ફેક્સ મેસેજ દ્વારા આ વાત કહેવામાં આવી છે. અફઘાનીસ્તાનના કુનર પ્રાંતનો પાસપોર્ટ ધરાવતા આ આતંકી ગ્રુપના વડાનો પાસપોર્ટ અને ફોટો પણ પોલીસને કરેલા ફેક્સ મેસેજમાં સામેલ કરાયો છે. સાથે જે તેનું પાકિસ્તાની ઓળખપત્ર પણ સામેલ કરાયું છે.ગુજરાત એટીએસ તરફથી જે ફેક્સ મેસેજ મોકલવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, ઓગષ્ટ 2019ની શરૂઆતમાં અફઘાન પાસપોર્ટ ધરાવતા ચાર ઇસમો ભારતના શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય તેવા સ્થળોએ ટેરર એટેકને અંજામ આપવા સારું અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરેલી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકી હુમલાના આઈબીના ઈનપુટ બાદ ગુજરાતની સરહદો ઉપર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. સાથે જ પોલીસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી શામળાજી પાસેની રતનપુર ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી ચેકીંગ કરનાર પોલીસ કર્મચારીઓ માટે પ્રથમ વખત બુલેટપ્રૂફ જેકેટની ફાળવણી કરવામાં આવી છે. આઉપરાંત ચેકપોસ્ટ ઉપર એસઆરપી જવાનોની પણ ફાળવણી કરવામાં આવી છે.આઈબીના ઈનપુટ બાદ પોલીસતંત્ર હરકતમાં આવી ગયુ છે. આંતરરાજ્ય બોર્ડરો ઉપર કડક નાકાબંધી કરી સઘન તપાસ હાથ ધરી દેવામાં આવી છે. ધાર્મિક સ્થળો આતંકીઓના ટાર્ગેટ ઉપર હોય સુપ્રસિધ્ધ શામળાજી મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આંતર રાજ્ય બોર્ડરોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં શામળાજીની રતનપુર બોર્ડર ઉપર આઈજી અને પોલીસવડાએ મુલાકાત લીધી હતી.બાદમાં ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની સુરક્ષા માટે બુલેટપ્રૂફ જેકેટ ફાળવાયા અને SRP બંદોબસ્ત પણ ફાળવાયો હતો. જન્માષ્ટમીએ લાખથી વધુ ભક્તો આવશે સુપ્રસિધ્ધ શામળાજી મંદિરે આ વર્ષે જન્માષ્ટમીના તહેવાર ઉપર એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શને આવે તેવી શક્યતા છે.ધાર્મિક સ્થળો ઉપર આતંકી હુમલાઓની દહેશતને કારણે શામળાજીમાં પ્રવેશતા આંતર રાજ્ય માર્ગ ઉપર લોખંડી પોલીસ પહેરો ગોઠવાયો છે.

Download Our B K News Today App



Related News