ગુજરાતનાં આ જિલ્લામાં દારૂડિયાની ખેર નથી, જો પીતા પકડાયો તો આખા ગામને ભરપેટ જમાડવાનું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 15:21:08
  • Views : 379
  • Modified Date : 2019-10-21 15:21:08

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાના દારૂ વેચાય અને પીવાય છે, ત્યારે આજે આપણે જાણીશું જ્યાં ગુજરાતના એક એવા ગામ વિશે જેમાં કોઇ દારૂ પીતા પકડાઇ જાય તો આખા ગામવાળાને જમણવાર કરવો પડે છે. જી હાં. સાંભળીને નવાઇ લાગીને.. આ ગામજનોએ નક્કી કર્યું છે કે જો કોઇ પણ વ્યક્તિ દારૂ પીતા પકડાઇ જાય તો તેને આખા ગામને જમાડવું પડે છે. આ નિર્ણય લેનાર ગુજરાતના ગામ વિશે સાંભળીને તમને નવાઇ લાગશે. નિર્ણય લેનાર ગામનું નામ બનાસકાંઠા સ્થિત અમીરગઢ તાલુકાનું આદિવાસી ગામ ખટીસિટારાની પંચાયતે લીધો છે. આ ગામની પંચાયતે નક્કી કર્યું છે કે જો કોઇ પણ વ્યક્તિ દારૂ પીવે અને હંગામો કરતો પકડાઇ જાય તો તે વ્યક્તિને આખા ગામમાં જમણવાર કરવો પડે છે. આ વાત દરેક ગ્રામજનોને લાગુ પડે છે.

જો કે, અહીં 2013-14ની છે. ગામમાં દારૂડીઓનો ત્રાસ અને વધતા જતા ક્રાઇમની ઘટનાઓથી પરેશાન ગ્રામજનોને આ આઈડિયા વિચાર્યો હતો, ત્યારબાદ આ વિચારને અમલ કરવાનું વિચાર્યું હતું. ગામના સરપંચ ખિમજી ડુંગેસા જણાવે છે કે, જો ગામમાં કોઇ નશાની હાલતમાં ઝડપાય છે તો તેના પર 2,000 રૂપિયાનો દંડ લગાવવામાં આવે છે, અને જો કોઇ દારૂડિયો ધમાલ કરતો ઝડપાય તો તેને 5000 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. તેના સિવાય આ વ્યક્તિને 750થી 800 લોકોને જમાડવા પડે છે. તેમાં 20,000 રૂપિયાથી પણ વધુ ખર્ચ થાય છે.એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે, આ નિર્ણયની અસર અત્યાર સુધી સકારાત્મક રહી છે. ગ્રામજનોના મતે, શરૂઆતના વર્ષોમાં માત્ર ત્રણથી ચાર લોકો દારૂ પીતા ઝડપાતા હતા. જ્યારે 2018માં તો માત્ર એક જ વ્યક્તિ ઝડપાયો હતો. જ્યારે 2019માં તો એક પણ વ્યક્તિ દારૂ પીતો ઝડપાયો નથી.

ગામના સરપંચ ડુંગેસાએ જણાવ્યું કે, છેલ્લે દારૂ પીને પકડાઇ જનાર વ્યક્તિનું નામ નાનજી ડુંગેસા છે, જે કોઇ બીજા ગામમાંથી અમારા ત્યાં આવેલો છે. જ્યારે અમારા પાડોશી ગામ ઉપાલામાં તો લોકોએ રાજસ્થાનથી દારૂ ખરીદવાનું લગભગ બંધ જ કરી દીધું છે.

Download Our B K News Today App



Related News