ગુજરાતની પેટા ચૂંટણી માટે BJPએ મૂરતિયાઓ કર્યા ફાયનલ, આ બેઠકના ઉમેદવારનું નામ જાણી ચોંકી જશો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 12:32:15
  • Views : 606
  • Modified Date : 2019-09-30 12:32:15

ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોના ઉમેદવારો આજે અંતિમ દિવસે તેમની ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારોની પસંદગીને લઇને બંને પક્ષોમાં છેક સુધી કોકડું ગુંચવાયેલું રહ્યું. ભાજપે મોડી રાત્રે તમામ 6 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા. જ્યારે કે કોંગ્રેસે ખેરાલુ અને રાધનપુર બેઠકને બાદ કરતા બાકીની 4 બેઠકના ઉમેદવારોના નામ સત્તાવાર જાહેર કરી દીધા છે.ગુજરાતની પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાય ગયું છે. ગુજરાતમાં સાત બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની હતી, જેમાંથી 6 બેઠકો પર ભાજપે પોતાના મૂરતિયાઓના નામ જાહેર કર્યા છે. ભાજપે આખરે 6 બેઠક પર પોતાના ઉમેદવારોને નક્કી કર્યા છે. આ 6 ઉમેદવારોના નામ નીચે મુજબ છે

બેઠકઉમેદવાર
રાધનપુરઅલ્પેશ ઠાકોર
બાયડધવલસિંહ ઝાલા
અમરાઈવાડીજગદીશ પટેલ
ખેરાલુઅજમલ ઠાકોર
થરાદજીવરાજ પટેલ
લુણાવાડાજીજ્ઞેશ સેવક

રાજ્યની 6 બેઠકોની પેટાચૂંટણીને લઇને ભાજપે તેમના ઉમેદવારો જાહેર કર્યા. ભાજપે મોડી રાત્રે તમામ 6 ઉમેદવારોના નામ એકસાથે જાહેર કર્યા. જે અંતર્ગત અલ્પેશ ઠાકોરને ધારણા મુજબ જ રાધનપુરથી ટિકીટ આપવામાં આવી છે. તો અલ્પેશના સાથીદાર ધવલસિંહ ઝાલાને પણ અપેક્ષા મુજબ બાયડ બેઠકથી ટિકીટ આપવામાં આવી છે. ખેરાલુ બેઠક માટે અજમલ ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કે થરાદ બેઠક માટે જીવરાજ પટેલની પસંદગી કરવામાં આવી છે. મતલબ કે ભાજપના કદાવર નેતા શંકર ચૌધરીનું પત્તું કપાઇ ગયું છે. આ તરફ લુણાવાડાથી જીજ્ઞેશ સેવકને ટિકીટ આપવામાં આવી છે. તો અમદાવાદની અમરાઇવાડી બેઠક માટે જગદીશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.

પેટા ચૂંટણીના ધમધમાટ વચ્ચે અમિત શાહ ગુજરાતમાં

ગુજરાતમાં છ બેઠકોની પેટાચૂંટણીના ધમધમાટ વચ્ચે ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે છે. તેઓ બે દિવસની ગુજરાત મુલાકાત સમયે બે કાર્યક્રમોમાં સામેલ થવાના છે. અમિત શાહ 30 તારીખે સાબરમતી વિધાનસભા લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સના કાર્યક્રમમાં સામેલ થઈને આરએએફના જવાનોની સલામી ઝીલશે. નવરાત્રિના પર્વની શરૂઆત થવા જઈ રહી છે.ત્યારે અમિત શાહ માણસા ખાતે બહુચરાજી માતાના મંદિરે શિશ ઝુકાવવા પણ જશે તેમ મનાય છે.

બે દિવસની આ મુલાકાતને રાજકીય રીતે પણ સૂચક માનવામાં આવી રહી છે. અમિત શાહ માણસામાં કુળદેવીના મંદિરે દર્શન કરવા જશે. આ ઉપરાંત 30મીએ ભાજપના બધા ય ઉમેદવારો ફોર્મ ભરશે એટલે સાબરમતીમાં ભાજપના ચૂંટણી કાર્યાલયનુ ઉદઘાટન કરશે. આ ઉપરાંત આ જ દિવસે આરપીએફના એક કાર્યક્રમમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. બે દિવસીય મુલાકાતમાં અમિત શાહ બે કાર્યક્રમમાં હાજરી આપશે. છેલ્લા પંદેરક દિવસમાં અમિત શાહની આ બીજી મુલાકાત છે.


Download Our B K News Today App



Related News