ગુજરાતમાં સારો વરસાદ, 48 ડેમો હાઈએલર્ટ, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં માત્ર 19.29 પાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-12 14:36:07
  • Views : 666
  • Modified Date : 2019-08-12 14:36:07

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અત્યાર સુધીમાં સિઝનનો 83.12 ટકા કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ગુજરાતના 204 ડેમોમાંથી રવિવાર સુધીમાં 48 ડેમોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. એક માત્ર ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં પાણીનો ખાસ સંગ્રહ થયો નથી. અહીંના ડેમોમાં અત્યારે 19.29 ટકા જળસંગ્રહ છે.70થી 80 ટકા વાળા 6 ડેમો પર ર્વોર્નિગ અપાઈડેમોમાં 90 ટકા કરતાં વધુ પાણી સંગ્રહ થઈ ચૂક્યો છે. એ જ રીતે 9 ડેમોમાં 80થી 90 ટકા પાણી હોવાથી એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તો 70થી 80 ટકા વાળા 6 ડેમો પર ર્વોર્નિગ અપાઈ છે. જે ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તેમાં મચ્છુ 2, મચ્છુ 1, ઓઝત, ન્યારી 2 વગેરેનો સમાવેશ થાય છે. આજી, કડાણા, સુખી, પાનમ વગેરે ડેમો એલર્ટ પર છે. ગુજરાતના 204 ડેમોમાં 67.05 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં 77.17 ટકા પાણી સંગ્રહિત છે.14 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીહજુ પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આજે સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યાર બાદ મંગળવારે રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડશે. બાદમાં 13 અને 14 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News