ગુજરાતમાં સર્જાનારી ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-25 17:02:01
  • Views : 636
  • Modified Date : 2019-07-25 17:02:01

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ગુજરાત આવશે. અહીં તેઓ વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સમાં સંબોશે. વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં યોજાઈ શકે છે.પીએમ મોદી સપ્ટેમ્બર મહીનામાં ગુજરાત આવશે. અહીં વડાપ્રધાન બે દિવસીય વાર્ષિક કોન્ફરન્સમાં સંબોધન કરશે. પહેલીવાર વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સ દિલ્હી બહાર યોજાશે. આ બેઠકમાં વિદેશમંત્રી સહિત દૂતાવાસના અધિકારીઓ રહેશે હાજર.વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સ સપ્ટેમ્બર મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં યોજાઈ શકે છે. આ કોંફરન્સ વિદેશમંત્રી ડો એસ જયશંકર સહિત તમામ ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.આ કોન્ફરન્સ 2 દિવસ ચાલશે. આ અગાઉ ડીજી કોન્ફરન્સ પણ ગુજરાતમાં યોજાઈ હતી. આ કોન્ફરન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં યોજાઈ. જેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપી ચુક્યા છે.

Download Our B K News Today App



Related News