દક્ષિણ ગુજરાતમાં દેધનાધન, ભારે વરસાદથી પૂરની સ્થિતિ, 10 ગામો સંપર્કવિહોણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-25 14:09:52
  • Views : 731
  • Modified Date : 2019-07-25 14:09:52

નવસારીની ઔરંગા નદી ગાંડીતૂર થઈ ગઈ છે. ઔરંગા નદીમાં પૂર આવતા નાંધાઈ ગામ પાસે આવેલો ગરગડીયા પુલ નદીના પ્રવાહમાં ડૂબી ગયો હતો. જેના કારણે આસપાસના 10 ગામનો સંપર્ક તૂટી ગયો છે. તો બીજી તરફ કાવેરી નદી ગાંડીતૂર થઈ છે. જેના કારણે ચીખલી પાસે આવેલું તડકેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.તો બીજી તરફ વલસાડના મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. દમણગંગા નદીમાં પૂર આવતાં તંત્રએ નદી કિનારા અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરી દીધા છે. જ્યારે કપરાડા અને ધરમપુરમાં ભારે વરસદા થતાં કપરાડાના સીલધા નજીક કોલક નદીમાં પૂર આવ્યું હતું. જેના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા.

Download Our B K News Today App



Related News