કોરોનાના કહેર વચ્ચે 1.27 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી, કેમેસ્ટ્રી-ફિઝિક્સનું પેપર લેવાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-24 12:24:09
  • Views : 445
  • Modified Date : 2020-08-24 12:24:09

     રાજ્યમાં કોરોનાના રોજના 1200થી વધુ કેસ વચ્ચે આજે ગુજકેટની પરીક્ષા શરૂ થઈ છે. પહેલું પેપર 10 વાગ્યે કેમેસ્ટ્રી-ફીઝીક્સનું પેપર લેવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો પર ફરજિયાત માસ્ક અને થર્મલ ગનથી ચેક કરી જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને પરીક્ષા લેવાઈ રહી છે. કુલ 1,27,230 વિદ્યાર્થીઓ 34 કેન્દ્રો અને 6,431 પરીક્ષા ખંડમાં લેવાશે. આજે લેવાનારી ગુજકેટની પરીક્ષામાં સવારના 10થી 12 કલાક દરમિયાન કેમેસ્ટ્રી-ફીઝીક્સનું પેપર છે. બપોરે 1થી 2 કલાક દરમિયાન બાયોલોજી, 3થી 4 કલાક દરમિયાન ગણિતનું પેપર લેવાશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 25થી 27 દરમિયાન ધો. 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં ધો. 10ની પરીક્ષામાં સવારના 10થી 1-15 અને બપોરના 3થી 6-15 કલાક દરમિયાન પેપર લેવાશે. રાજ્યના તમામ જિલ્લા મથકો પર આ પરીક્ષા કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોવીડ-19ની ગાઈડલાઈનને અનુસરી આ પરીક્ષા રાજ્યના તમામ જિલ્લા મથકો પરથી લેવાશે.

Download Our B K News Today App



Related News