ગુજરાતમાં કોંગો ફિવરનો હાહાકારઃ રાજ્યમાં 3ના મોત, 8 લોકો સારવાર હેઠળ; આરોગ્ય તંત્ર ધંધે લાગ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 18:04:44
  • Views : 1021
  • Modified Date : 2019-08-28 18:04:44

સુરેન્દ્રનગરના એક જ ગામમાં 2ના મોત. એક સારવાર હેઠળ:સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના જામડી ગામમાં બે મહિલાના ડેંગ્યુને કારણે શંકાસ્પદ મોત થયાની વિગતો બહાર આવી હતી. જેમાં એક મહિલાનુ ખુબ જ ગંભીર કોંગો બીમારીના કારણે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે 20 ઓગસ્ટે મોત નીપજ્યું હતું. ત્યારે બીજી મહિલાનું પણ મોત કોંગોને કારણે જ થયાનો મંગળવારે મોડી સાંજે રીપોર્ટ આવ્યો છે. આટલુ જ નહી પરંતુ અન્ય એક મહિલાને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જવામાં આવી છે.અમદાવાદ લઇ જવામાં આવ્યા તે મહિલાનો રિપોર્ટ પણ પોઝેટીવ આવ્યો છે. આમ આ એક જ ગામમાં ત્રણ મહિલાને કોંગો પોઝેટીવ આવી ચુકયા છે. જે પૈકી 2ના મોત થઇ ચુક્યા છે. જયારે એક વૃધ્ધા અમદાવાદ સારવાર હેઠળ છે. બનાવની ગંભીરતાને લઇને આરોગ્ય વિભાગની ટીમ ગામમાં દોડી પહોચી છે અને દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે.ભાવનગરમાં એકનું મોત:

રાજ્યમાં સતત કોંગો ફીવરનો કહેર વધતો જઇ રહ્યો છે. સુરેન્દ્રનગર બાદ ભાવનગરમાં 35 વર્ષીય મહિલાનું કોંગો ફીવરથી મોત નિપજ્યું છે. 4 દિવસ પહેલા મહિલાને કોંગો ફીવરના લક્ષણ દેખાયા હતા. જે બાદ ભાવનગરની સરટી હોસ્પિટલમાં મહિલાને દાખલ કરાઇ હતી. ત્યારે મહિલાના બ્લડ રિપોર્ટમાં કોંગો ફીવરથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોંગો ફીવરથી આ અત્યાર સુધી 3 મહિલાના મોત નિપજ્યા છે. જ્યારે હાલ અમદાવાદની SVP હોસ્પિટલમાં 8 લોકોને કોંગોની સારવાર અપાઈ રહી છે.

કોંગો ફિવરના લક્ષણો:

  • માથું દુઃખવું
  • સતત તાવ આવવો
  • પીઠમાં દુઃખાવો
  • સાંધા-પેઢુમાં દુઃખાવો
  • ઊલટીઓ થવી
  • આંખ ફરતે ચકામા પડવા
  • ચહેરા પર કરચલીઓ પડવી
  • ગળું છોલાઈ જવું, લાલ ચકામાં

કોંગો ફિવર મુખ્યત્વે પશુઓમાં થતો રોગ છે. આવા રોગવાળા પશુને કરડીને ઈતરડી ત્યાં કામ કરતા માણસને કરડે તો તેના લોહીના વહન દ્વારા કોંગો ફિવરનો વાઈરસ માણસના શરીરમાં પ્રવેશે છે. કોંગો ફિવરના લક્ષણો શરૂઆતમાં ડેન્ગ્યુ જેવા જ હોય છે. આ કારણે મોટાભાગના લોકો તેને ડેન્ગ્યુ માની લે છે. પરંતુ પાછળથી બ્લડ ટેસ્ટ દ્વારા કોંગો ફિવરની પુષ્ટિ થાય છે. ઈતરડી નામની જીવાત કે જે મુખ્યત્વે ગૌશાળા, પશુઓની ગમાણ કે પશુપાલન થતું હોય તેવી જગ્યાએ જોવા મળે છે તે આ રોગની મુખ્ય વાહક છે.

Download Our B K News Today App



Related News