ગુજરાતીઓને રાજસ્થાનમાં નડ્યો ગમખ્વાર અકસ્માત, ડીસાના 2 લોકોના મોત, અન્ય ગંભીર ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-23 11:24:51
  • Views : 1435
  • Modified Date : 2022-05-23 11:24:51

ગુજરાતીઓને રાજસ્થાનમાં નડ્યો ગમખ્વાર અકસ્માત, ડીસાના 2 લોકોના મોત, અન્ય ગંભીર ઇજાગ્રસ્ત

 

ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં એકાએક વધારો થયો છે. કોઈને ટક્કરથી તો કોઈ અડફેટથી મોતને ભેટી રહ્યું છે. રાજસ્થાનના પિંડવાડા નજીક કારને અકસ્માત નડ્યો છે જેમાં બે ના મોત અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.કારમાં સવાર લોકો ડીસાના રહેવાસી હોવાનું ખુલ્યુ છે. 

રાજસ્થાનના પિંડવાડા નજીક બેનલા આ ગોઝારા બનાવમાં કાર સ્પીડમાં જઈ રહી હતી અચાનક જ કારનું ટાયર ફાટતા ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો હતો અને કાર ડિવાઈડર સાથે ટકરાઇ પલટી મારી ગઈ હતી. સમગ્ર ઘટના એટલી ભયાવહ હતી કે કારના કુરચે કુરચા ઉડી ગયા હતા.ઘટના સ્થળે જ 2 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. 

 

પોલીસે શરૂ કરી તપાસ
અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા. અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર બનાવ અંગે પોલીસને પણ જાણ કરવાં આવતા દુર્ઘટના સ્થળે તાબડતોબ આવી પહોંચી હતી. બનાવ સ્થળે જ મૃત્યુ પામેલા 2 લોકોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડયા હતા. મૃતક બંનેના પરિવારમાં હાલ શોકનો માહોલ છે. 

 

 

Download Our B K News Today App



Related News