ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓએ કરી નવરાત્રિની ઉજવણી, સનેડો.... સનેડો ગીત પર ઝૂમી ઊઠ્યા સિનિયર સિટિઝન્સ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 13:05:59
  • Views : 422
  • Modified Date : 2020-10-23 13:05:59

             કોરોના મહામારીને કારણે ગુજરાતમાં તો નવરાત્રિમાં ગરબા આયોજિત નથી થયા, પરંતુ વિદેશમાં રહેલા ગુજરાતીઓ ગરબાનો આનંદ માણી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી સમાજ ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (GSWA) દ્વારા સિનિયર સિટિઝન માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની સ્થાનિક ગાઇડલાઇન્સ અનુસાર આરતી, પ્રસાદ અને ગરબાનું આયોજન કરાયું હતું.ઓસ્ટ્રેલિયાથી અમિત મેહતાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે GSWA દ્વારા ઓસ્ટ્રેલિયાના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સ્ટેટના પર્થ સિટીમાં ખાસ સિનિયર સિટિઝન ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આમાં સનેડો સનેડો સહિતનાં ગીતો પર સૌકોઇ ગરબા રમ્યા હતા. સમગ્ર આયોજન દરમિયાન ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ-19ની ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર સિટિઝન દ્વારા પૂજા, આરતી અને ગરબા બાદ પ્રસાદ પણ ગ્રહણ કરવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News