હોટેલમાં જમનારા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એવો પરિપત્ર જાહેર કર્યો કે….

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 14:21:55
  • Views : 456
  • Modified Date : 2019-11-07 14:21:55

ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો હોટેલ સંચાલકોને આજે મોટો આદેશ જાહેર કર્યો છે. હવેથી કોઇ પણ હોટેલના રસોડામાં નો એન્ટ્રી બોર્ડ ન લગાવવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સંચાલકોએ જણાવ્યું છે. જેથી હવે કોઇ પણ હોટલના રસોડામાં ગ્રાહકો જઈ સ્વચ્છતાની ચકાસણી કરી શકશે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આદેશ બાદ હોટલના રસોડામાં નો એન્ટ્રીનું બોર્ડ લગાવી શકાશે નહીં.અમદાવાદમાં ફૂડમાં વારંવાર નીકળતા વંદા, જીવાત અને મકોડાને લઈને ફુડ એન્ડ ડ્રગ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. જે અંતર્ગત ગ્રાહક હવે સીધા હોટલના રસોડામાં પણ પ્રવેશી શકશે અને હોટલમાં બનતી તમામ વાનગી પણ ચેક કરી શકશે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના પરિપત્ર મુજબ કોઈ પણ રાજ્યની કોઈ પણ હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડામાં જઈ શકશે. ત્યારે હોટલ કે રેસ્ટોરન્ટમાં નો એડમિશન વિથ આઉટ પરમિશન અને એન્ટ્રી વીથ પરમિશન જેવાં બોર્ડ દૂર કરવા પડશે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જમવામાંથી કિડા અને મંકોડા નીકળવાની ઘટનાઓ સામે આવવા લાગી હતી. જેના કારણે તંત્રની નિષ્ક્રિય કામગીરી પરથી પણ પડદો ઉઠ્યો હતો. કોઈવાર સાઉથ ઈન્ડિયન ઢોસામાંથી વંદો નીકળતો હતો તો કોઈવાર આઈસક્રિમથી ખદબદતી જીવાતનો વીડિયો વાઈરલ થયો હતો. જેના કારણે ઘર બહાર ભોજન લેવાના શોખીનોની ઉંઘ ઉડી ગઈ હતી.હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના પરિપત્ર બાદ તમે ગમે તે રેસ્ટોરન્ટમાં જઈ તમારા ખાવાના ભોજનની ચકાસણી કરી શકશો. પરિણામે હવે હોટેલની ગુણવત્તા પણ સુધરશે અને કામગીરી પણ સુધરશે તે માનવું રહ્યું. જેથી નો એડમિશન વિથ આઉટ પરમિશન અને એન્ટ્રી વીથ પરમિશન જેવાં બોર્ડ હવે ભૂતકાળ બની જશે.

Download Our B K News Today App



Related News