અમેરિકાના ન્યુજર્સીમાં ગુજરાતી વેપારી લૂંટાયો, બંદૂકની અણીએ વિરાણી જ્વેલર્સમાં ચલાવાઇ દિલધડક લૂંટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-11 11:43:18
  • Views : 278
  • Modified Date : 2022-06-11 11:43:18

અમેરિકાના ન્યુજર્સીમાં ગુજરાતી વેપારી લૂંટાયો, બંદૂકની અણીએ વિરાણી જ્વેલર્સમાં ચલાવાઇ દિલધડક લૂંટ

અમેરિકાના ન્યુજર્સીમાં એક ગુજરાતી વેપારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. ન્યુજર્સીના ઑક ટ્રી રોડ પર લૂંટની ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. બંદૂકની અણીએ લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. ન્યુજર્સીમાં વિરાણી જવેલર્સમાં થોડા કલાકો પહેલા આ લૂંટની ઘટના ઘટી હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

હાલમાં આ ઘટનાના જાણ થતા જ પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો અને હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અમેરિકામાં ફરીવાર ગુજરાતી વેપારીને ટાર્ગેટ કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, અમેરિકામાં અગાઉ પણ ઘણા વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવી ચૂક્યા છે.

બીજી બાજુ અમદાવાદ એરપોર્ટ પર સાઉદીના રિયાધથી પરત આવેલો યુવક લૂંટાયો

બીજી બાજુ રાજ્યના અમદાવાદ એરપોર્ટ પર પણ એક યુવક લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. સાઉદીના રિયાધથી પરત આવેલો યુવક લૂંટાયો છે. કસ્ટમ ઓફિસરની ઓળખ આપી 5 લાખની લૂંટ ચલાવાઇ. યુવક સોનાનું બિસ્કિટ છુપાવીને લાવ્યો હતો. જો કે, લૂંટ કરનાર સિક્યોરિટી સહિત 3 લોકોને ઝડપી લેવાયા છે. પરંતુ આ ઘટનામાં મુખ્ય આરોપી ફરાર છે કે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પોલીસ દ્વારા પૂરજોશમાં તપાસ શરૂ કરી દેવાઇ છે.

 

Download Our B K News Today App



Related News