ગુજરાત યુનિવર્સિટીની ફરજિયાત માસ્ક અને સેનેટાઈઝર સાથે ઓફલાઈન પરીક્ષા, LLB અને LLMની પરીક્ષા પૂર્ણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-03 15:40:43
  • Views : 339
  • Modified Date : 2020-09-03 15:40:43

       ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આજથી શરૂ થઇ છે. બે તબક્કામાં ઓફલાઈન પરીક્ષા યોજાઈ છે. આજે સવારે LLB, LLMની પરીક્ષા લેવાઈ હતી. બપોરે 3 વાગ્યે પાંચ વર્ષના ઇન્ટ્રીગ્રેટેડ લોના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. કોરોના ગાઈડલાઈન સાથે પરીક્ષામાં ફરજિયાત માસ્ક અને સેનેટાઈઝર સાથેની વ્યવસ્થા કરવામાં આવી કરી હતી. પરીક્ષા ખંડને સેનેટાઈઝ પણ કરવામાં આવ્યા હતા.3 અને 12 સપ્ટેમ્બરે યોજાનારી પરીક્ષામાં એક લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા આપશે. જે લો અને માસ્ટર્સમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. જુદા જુદા કોર્ષનાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા બે તબક્કામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે સેનેટાઈઝર, ટેમ્પ્રરેચર, સોશિયલ ડિસ્ટન્સની તૈયારી પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પરીક્ષા સમય કરતા એક કલાક પહેલા પ્રવેશ આપવામાં આવ્યો હતી. કોવિડની ગાઈડલાઈન્સ પ્રમાણે પરીક્ષા કેન્દ્રના તમામ વર્ગખંડો સેનેટાઇઝ કરાયા હતા. પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના ટેમ્પરેચરની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા લેવાઇ રહી છે.

Download Our B K News Today App



Related News