ગુજરાત યુનિવર્સિટીની આવતીકાલથી ઓફલાઈન પરીક્ષા, કોરોના ગાઈડલાઈન મુજબ કોલેજોએ તમામ તૈયારીઓ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-02 16:37:54
  • Views : 382
  • Modified Date : 2020-09-02 16:37:54

        ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આવતીકાલ ગુરુવારથી શરૂ થવા જઈ રહી છે. ઓફલાઈન પરીક્ષા બે તબક્કામાં પરીક્ષા લેવાશે. 3જી અને 12 સપ્ટેમ્બરે યોજાનારી પરીક્ષામાં એક લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા આપશે. આવતીકાલ 3જી સપ્ટેમ્બરે લો અને માસ્ટર્સમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. જુદા જુદા કોર્ષનાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા બે તબક્કામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે સેનેટાઈઝર, ટેમ્પ્રેચર, સોશિયલ ડિસ્ટન્સની તૈયારી પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા સમય કરતા એક કલાક પહેલા પ્રવેશ અપાશે. કોવિડની ગાઈડલાઈન્સ પ્રમાણે પરિક્ષા કેન્દ્રના તમામ વર્ગખંડો સેનેટાઇઝ કરાયા છે. પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના ટેમ્પરેચરની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ અપાશે. સાથે જ એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડી સોશિયલ ડિસ્ટનસિંગ સાથે પરીક્ષા લેવાશે. તમામ તકેદારી સાથે પરીક્ષા મની તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આવતીકાલથી ગુજરાત યુનિવર્સીટીની ઓફલાઈન પરીક્ષામાં કોરોના સંક્રમણને કારણે જુદા જુદા કોર્ષનાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા બે તબક્કામાં લેવાનો નિર્ણય કર્યો છે. 3 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરના રોજ અંદાજે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આપશે. આવતીકાલથી લો અને માસ્ટર્સના કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.

Download Our B K News Today App



Related News