ગુજરાત ટાઈટન્સ ટોપમાં, ચેન્નાઈ સામે રોમાંચક મેચમાં શાનદાર વિજય, પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 10:07:36
  • Views : 199
  • Modified Date : 2022-04-18 10:07:36

ગુજરાત ટાઈટન્સનો ચેન્નાઈ સામે શાનદાર વિજય 

IPL 2022 માં પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ 

ડેવિડ મિલર અને રશીદ ખાને આપવી જીત 

વધુ એક શાનદાર વિજય 

ગુજરાત ટાઇટન્સે સિઝન 15માં તેની 5મી જીત નોંધાવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી રોમાંચક મેચમાં ગુજરાતનો 3 વિકેટે વિજય થયો હતો. ગુજરાત તરફથી ડેવિડ મિલરે સૌથી વધુ અણનમ 94 રનની ઇનિંગ રમી હતી.

 

રાશીદ ખાનની કેપ્ટન ઇનિંગ 

આજે હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં કેપ્ટન રાશિદ ખાને પણ 40 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. 170 રનનો પીછો કરતા ગુજરાતે 7 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

જો કે સૌથી વધારે વખાણ તો કીલર મિલર ના જ કરવા પડે. શરૂઆતમાં જ ફટાફટ વિકેટો પડી ગયા બાદ મિલરે જે ઇનિંગ રમી હતી તેણે ગુજરાતની ટીમને વિજય સુધી દોરી હતી. 

 

આજે કેપ્ટન હાર્દિક અને મેથ્યુ વેડ ગેરહાજર 

આજે ગુજરાત ટાઇટન્સની ટીમમાં હાર્દિક પંડયા અને વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડ ગેરહાજર રહ્યા હતા. વેડની જગ્યાએ આજે રિદ્ધિમાન સાહાને તક મળી હતી અને સાથે અલગારી જોસેફને પણ ટીમમાં લેવામાં આવ્યો હતો. કેપ્ટન્સી રાશિદ ખાને કરી હતી. 

ગુજરાતે જીત્યો ટોસ 

ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ચેન્નઈ સુપરકિંગ્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. 

 

ગુજરાત ટાઈટન્સની પ્લેઇંગ ઇલેવન 

રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), શુભમન ગિલ, વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન (કેપ્ટન), અલઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી

CSK ની પ્લેઈંગ ઈલેવન
રોબિન ઉથપ્પા, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા (કેપ્ટન), એમએસ ધોની (વીકેટકીપર), ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, મહેશ થેક્ષના, મુકેશ ચૌધરી

 

 

Download Our B K News Today App



Related News