રાજકોટમાં ઠોકર સેનાના આગેવાનો સાથે અલ્પેશ ઠાકોરની બેઠક, માસ્ક વગર કાર્યકર્તાઓ સાથે ફોટો પડાવ્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-10 16:23:43
  • Views : 461
  • Modified Date : 2020-09-10 16:23:43

       ગુજરાત ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર આજે રાજકોટની મુલાકાત આવ્યા હતા. સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે તેઓએ બંધ બારણે બેઠક કરી હતી. બેઠક બાદ અલ્પેશ ઠાકોરે માસ્ક વગર જ કાર્યકરો સાથે ફોટોસેશન કરાવ્યું હતું. હાલ કોરોના મહામારી ચાલી રહી હોવા છતાં તેઓ કાર્યકરો સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવી શક્યા નહોતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા.રાજકોટમાં ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. અલ્પેશ ઠાકોરની મુલાકાતને રાજકીય રીતે જોવામાં આવી રહ્યું છે. શું અલ્પેશ ઠાકોર ફરીથી ગુજરાતના રાજકારણમાં સક્રિય થશે તેવા સવાલો લોકોમાં થઈ રહ્યા છે. ભાજપમાં ભળ્યા બાદ ઠાકોર સેનાના કાર્યકરો અલ્પેશ ઠાકોરથી નારાજ હતા. શું અલ્પેશ ઠાકોર કાર્યકરો સાથે મુલાકાત કરી મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવા પણ સવાલ ઉઠી રહ્યા છેરાજકોટ ઠાકોર સમાજના પ્રમુખ રણછોડભાઈ ઉધરેજાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશભાઈએ રાજકોટ શહેરની મુલાકાત લીધી છે. અલ્પેશભાઈના માર્ગદર્શન હેઠળ અમે અલગ અલગ વિસ્તારોમાં સંગઠન બનાવી હોદ્દેદારો નીમવામાં આવશે. જે વિસ્તારમાં અમારા સમાજના લોકો વધુ રહે છે તે વિસ્તારના આગેવાન ચૂંટણીમાં લડી શકે અને અમારો સમાજ મોટો થાય તેવી અમારી ઠાકોર સેનાની રણનીતિ રહેશે..

Download Our B K News Today App



Related News