ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષમાં આઠમી વખત 40 ઇંચથી વધારે વરસાદ, 111 ડેમ ઑવરફ્લૉ થયા, નર્મદામાં 81 ટકા પાણીનો સંગ્રહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-02 12:50:05
  • Views : 312
  • Modified Date : 2020-09-02 12:50:05

        રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 121 ટકા થઈ ગયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 256 ટકા, સૌરાષ્ટ્રમાં 163 ટકા, દક્ષિણ ગુજરાતમાં 103 ટકા, ઉત્તર ગુજરાતમાં 104 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 88.50 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા 30 વર્ષમાં આઠમી વખત રાજ્યમાં સરેરાશ વરસાદ 40 ઇંચથી વધારે થયો છે. રાજ્યમાં 94 તાલુકાઓમાં 1000 મીમીથી વધુ વરસાદ, 134 તાલુકાઓમાં 501થી 1000 મીમી સુધી, 23 તાલુકાઓમાં 251થી 500 મીમી સુધી વરસાદ છે. રાજ્યના 205 જળાશયો પૈકી 100 ટકાથી વધુ ભરાયેલા ડેમ 103 છે. રાજ્યમાં કુલ 62 નદીઓ અને 78 મોટા તળાવ ઓવરફલો થયા છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી છે.વરસાદને કારણે રાજ્યનાં કુલ 271 રસ્તાઓ અસરગ્રસ્ત થતા તે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં પંચાયત હસ્તકનાં 223, સ્ટેટ હાઇવેનાં 22, નેશનલ હાઇવેનો એક અને અન્ય ૨૫ રસ્તાઓનો સમાવેશ થાય છે.ઉપરવાસમાં ભારે વરસાદ અને આગળના ડેમોમાંથી પાણીની આ‌વકને કારણે હાલમાં સરદાર સરોવરમાં 11.30 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે. નર્મદા ડેમમાં 81 ટકાથી વધારે પાણી છે. હાલની સપાટી 133 મીટર છે. ડેમમાંથી 23 દરવાજા 8.65 મીટર ખોલી 11.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મંગળવારે ડેમમાં 7691 એમ.સી.એમ. ગ્રોસ સ્ટોરેજ જ્યારે 3991 એમ.સી.એમ. લાઇવ સ્ટોરેજ છે

Download Our B K News Today App



Related News