મેઘ મહેર ગુજરાતમાં હળવો વરસાદ, સુરત જિલ્લાના ચોર્યાસીમાં 1.4 ઈંચ વરસાદ પડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 12:29:12
  • Views : 442
  • Modified Date : 2019-08-29 12:29:12

છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ચોર્યાસીમાં 1.6 ઈંચ વરસાદ નોંધાયો છે. ધીમીધારે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.

વરસાદના પગલે આહલાદક વાતાવરણ

હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ચોર્યાસીમાં 1.4, વલસાડમાં 1.2, ગણદેવીમાં 1.1, સુરત અને માંગરોળમાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં વરસાદ વાતાવરણ સાથે ધીમીધારે વરસાદ પડ્યો છે. હળવા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે વરસાદી વાતાવરણ અને ધીમીધારના વરસાદના પગલે આહલાદક વાતાવરણ સર્જાયું છે24 કલાકના વરસાદના આંકડા(મિમિ)

સુરત જિલ્લામાં વરસાદ

બારડોલી- 7

ચોર્યાસી- 35

કામરેજ-12

મહુવા- 6

માંડવી- 14

માંગરોળ- 27

ઓલપાડ- 8

પલસાણા- 18

સુરત સિટી- 27

ઉમરપાડા- 26

તાપી જિલ્લામાં વરસાદ

વાલોડ- 9

વ્યારા- 3

ડોલવણ- 15

નવસારી જિલ્લામાં વરસાદ

નવસારી- 23

જલાલપોર- 21

ગણદેવી- 29

ચીખલી- 25

ખેરગામ- 8

વલસાડ જિલ્લામાં વરસાદ

ઉમરગામ- 7

પારડી- 23

વલસાડ- 31

વાપી- 17

ડાંગ જિલ્લામાં વરસાદ

આહવા- 6

સુબીર- 5

વઘઈ- 7

સાપુતારા- 3


Download Our B K News Today App



Related News