5400 કરોડના હવાલા કૌભાંડ મુદ્દે આરોપી અફરોઝ ફટ્ટાને ગુજરાત હાઇકોર્ટે આપી રાહત, ફગાવી રાજ્ય સરકારની અરજી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 12:58:55
  • Views : 279
  • Modified Date : 2022-05-24 12:58:55

 

સુરતના ચકચારી 5400 કરોડના હવાલા કૌભાંડ કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આરોપી અફરોઝ ફટ્ટાને હાઈકોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારની અરજી ફગાવી દીધી છે. 5400 કરોડના હવાલા કૌભાંડમાં અફરોઝ ફટ્ટાની કોઈ ભૂમિકા હોવાની રજૂઆત HC સ્વીકારી છે. ખોટા ડોક્યુમેન્ટ સહિત જે દાવા હતા તે કોઇ ફળીભૂત થયા નથી. અફરોઝને દોષમુક્ત કરવા સેશન્સ કોર્ટના હુકમને હાઇકોર્ટે યથાવત રાખ્યો છે. સેશન્સ કોર્ટના હુકમને પડકારતી સરકારની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કરોડોના હવાલા મુદ્દે અફરોઝ ફટ્ટા સામે PMLA એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

અફરોઝ ફટ્ટાને દોષિત મુક્ત કરવાના સેશન્સ કોર્ટના હુકમને હાઇકોર્ટે યથાવત રાખ્યો

મામલે વધુમાં જણાવીએ કે, સુરતનું 5400 કરોડનું જે કૌભાંડ હતું તેમાં રાજ્ય સરકારની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. ખોટા ડોક્યુમેન્સ સહિતના જે દાવા કરવામાં આવ્યા હતા તેમાં અફરોઝ ફટ્ટાની કોઈ ભૂમિકા હોવાની રજૂઆત HC સ્વીકારી છે. અફરોઝ ફટ્ટાને દોષિત મુક્ત કરવાના સેશન્સ કોર્ટના હુકમને હાઇકોર્ટે યથાવત રાખ્યો છે. કહી શકાય કે PMLA એક્ટ હેઠળ જે કેસ થયો હતો તેમાં અફરોઝ ફટ્ટા પર હવાલા દ્વારા નાણાં મોકલવાનો આરોપ હતો. ત્યારે ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ઘણા લાંબા સમય સુધી કેસ ચાલ્યો. ત્યારે આજે ઘણા લાંબા સમય ગુજરાત હાઇકોર્ટ દ્વારા અફરોઝ ફટ્ટાને રાહત આપવામાં આવી છે.

 

 

Download Our B K News Today App



Related News