બેન્કોની રિકવરી સામે અરજી કરનારા 6ને ગુજરાત હાઇકોર્ટે રૂ.60 લાખ દંડ ફટકાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 13:03:51
  • Views : 710
  • Modified Date : 2020-08-26 13:03:51

         હાઇકોર્ટનો સમય બગાડવા બદલ અલગ- અલગ બેન્કની રીકવરી સામે રીટ કરનારા 6 અરજદારોને હાઇકોર્ટે 10-10 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કુલ 60 લાખનો દંડ ફટકાર્યો છે.ચીફ જસ્ટિસ વિક્રમનાથે ચુકાદામાં એવું અવલોકન કર્યુ છે કે, અરજદારે કોર્ટનો અમુલ્ય સમય બગાડયો છે. એક તરફ અત્યારે કોર્ટ ઓવર બર્ડન છે. કેસોનું ભારણ વધ્યુ છે. કેસની અગત્યતા સમજયા વગર કોર્ટમાં બેન્કની રીકવરી પડકારનારને ભાન હોવું જોઇએ કે કોર્ટ સામે ઉભા રહેતા પહેલા સાચી રીતે કેસને માહિતગાર કરવા જોઇએ. તેના બદલે કોર્ટને ગેરમાર્ગે દોરીને સમય બગાડ્યો છે તે સાખી શકાય નહી.પ્રવીણ એગ્રો પ્રા. લિમિટેડે કોટક મહિન્દ્રા બેન્કમાંથી 15 કરોડની કેશ ક્રેડીટ અને ટર્મ લોન લીધી હતી. તેની સામે મોરગેજમાં પ્રોપર્ટી મુકી હતી. થોડા વર્ષો પછી લોન ભરપાઇ નહી કરી શકતા બન્કે તેમને ડીફોલ્ટર જાહેર કર્યા હતા. અને તેમનું બેન્ક એકાઉન્ટ નોન પર્ફોમિંગ જાહેર કરી દેતા તમામ પ્રમોટરોએ હાઇકોર્ટમાં જુદી જુદી અરજી કરી હતી. અને બેન્કની રીકવરી યોગ્ય રીતે નહી થઇ હોવાની પીટીશન કરાઇ હતી.બેન્કે કોર્ટમાં રજુઆત કરી હતી કે, અરજદારના બાકી લેણા વસુલવા રીઝર્વ બેન્કની માર્ગદર્શિકા મુજબ નોટિસ પાઠવી હતી. બેન્કે અરજદારો સામે રજૂ કરેલી નોટિસો કોર્ટમાં રજૂ કરી હતી. સાથે તેવી પણ રજૂઆત કરી હતી કે, બેન્કની નોટિસનો અરજદારે જવાબ પણ આપ્યો નથી. બેન્ક ખોટી રીતે રીકવર કરી રહી હોવાની અરજદારોની દલીલ હાઇકોર્ટે ફગાવી હતી.

Download Our B K News Today App



Related News