ગુજરાત સરકારની 'દિવાળી ગિફ્ટ' : બે સિલિન્ડર મફત, CNG-PNG ના ભાવમાં જોરદાર રાહત

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-17 15:56:24
  • Views : 273
  • Modified Date : 2022-10-17 15:56:24

     દિવાળી પહેલા ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યના 38 લાખ LPG ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ' ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે. ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જ જમા થઇ જશે. ગેસ સિલિન્ડર માટે કુલ 650 કરોડની રાહત અપાશે. તેમજ CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.'

 

Download Our B K News Today App



Related News