ગુજરાત સરકારે નવરાત્રિની પ્રસાદ બાદ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું, હવે પોલીસ પરમિશન લેવી જરૂરી નહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-16 15:08:28
  • Views : 507
  • Modified Date : 2020-10-16 15:08:28

       સરકારે નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે સોસાયટી કે ફ્લેટમાં પરમિશનની કોઈ જરૂર નથી. પરંતુ નવરાત્રિની ઉજવણી દરમિયાન પૂજા કે આરતી જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળે કરવી હોય તો તેના માટે પોલીસની પરમિશન લેવી જરૂરી રહેશે.નવરાત્રિ ઉજવણી પર સરકાર વારંવાર નિર્ણયો બદલતી છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે. પહેલા પ્રસાદ મામલે નિર્ણય બદલ્યો હતો. હવે પોલીસ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું છે. જેમાં સોસાયટી કે ફ્લેટના રહીશોએ તેમના ત્યાં કે પ્રિમાઈસીસમાં માતાજીની આરતી કે પૂજા કરવા કોઈપણ પ્રકારની પોલીસ પરમિશન લેવી જરૂરી ન હોવાનું અખબારી યાદીમાં નિવેદન કર્યું છે.નવરાત્રિને લઈ આ વર્ષે ગરબાનું આયોજન નથી, પરંતુ દરેક સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસ પરમિશન ફરજિયાત કરાઈ હતી, જેના માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોસાયટીના લેટરપેડ પર અરજી કરીને સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ પરમિશન લેવાનું ફરજિયાત કરાયું હતું. પોલીસ દ્વારા ગાઈડલાઈન્સ પણ આપવામાં આવશે તેવી માર્ગદર્શિકા સાથે ગઈકાલે અમદાવાદ સહિતના શહેરોમાં પરમિશન આપવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં થઈ પણ હતી. એટલું જ નહીં જે સોસાયટીએ એક કલાકના આરતી અને પૂજાના કાર્યક્રમ માટે પરમિશન લીધી ન હોય તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહીની ચીમકી અપાઈ હતી.

Download Our B K News Today App



Related News