ખાનગી સ્કૂલ-સંચાલકો માત્ર 25 ટકા જ ફી માફી આપશે, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય, CBSE સહિતનાં તમામ બોર્ડને લાગુ પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-30 14:24:05
  • Views : 305
  • Modified Date : 2020-09-30 14:24:05

        વાલીઓ માટે આજે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યની ખાનગી સ્કૂલોમાં માત્ર 25 ટકા જ ફી માફી આપવાનો રાજ્યની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના સ્કૂલ-સંચાલકો માત્ર 25 ટકા ફી માફી માટે તૈયાર થયા છે તેમજ ઈતર પ્રવૃત્તિની ફી નહીં લેવાય. આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે CBSEને પણ લાગુ થશે.છેલ્લા ત્રણેક મહિનાથી સ્કૂલોની ફી માફી અંગેનો વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે 24 સપ્ટેમ્બરે ખાનગી સ્કૂલ સંચાલકો અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં 25 ટકા ફી માફી આપવા અંગે સ્કૂલ સંચાલકો સંમત થયા હતા. ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી મોટાભાગની સ્કૂલોના સંચાલક મુખ્યમંત્રીના નિર્ણય સાથે સંમત થયા હતા. જો કે, આ ફી માફી સ્કૂલો બંધ રહે ત્યાં સુધી આપવી કે સ્કૂલો ચાલુ થયા પછી પણ ચાલુ રાખવી તે મામલે કોઈ નિર્ણય લેવાયો નથીઆ પહેલા ફી મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે.હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતા સરકારને કહ્યું કે તમે પોતાની રીતે નિષ્પક્ષ નિર્ણય લઈને ફી બાબતે પરિપત્ર જાહેર કરો.સરકારે સંચાલકો સાથે કરેલી ત્રણથી ચાર બેઠકમાં સ્કૂલ સંચાલકો સહેજ પણ નમતું જોખવા તૈયાર થયા નહોતા, એવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. સરકારે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે ફી મામલે સંચાલકો સાથે ખુલ્લા મને બે વખત વચલો રસ્તો શોધવા બેઠક કરવામાં આવી છે. સરકારે વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ કરવા દરખાસ્ત આપી હતી, જેનો સંચાલકોએ ઇન્કાર કર્યો હતો.

Download Our B K News Today App



Related News