ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરાશે, 33 ટકા કરતા વધુ નુકસાન થયું હશે ત્યાં સહાય આપશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-02 16:28:16
  • Views : 498
  • Modified Date : 2020-09-02 16:28:16

        રાજ્યના વિવિધ ભાગોમાં થયેલી અતિવૃષ્ટીને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ફરિયાદોને પગલે રાજ્ય સરકારે આ વિસ્તારોમાં પાક નુકસાનીનો સર્વે કરી સહાય કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 15 દિવસમાં ઉભા પાકને જે નુકશાન થયુ ત્યાં SDRF(સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ)નાં ધારાધોરણ પ્રમાણે 33 ટકા કરતાં વધુ નુકશાન થયુ હશે ત્યાં સરકાર સહાય દ્વારા કરવામાં આવશે.બાબરાના ચમારડી ગામમાં રહેતા જાદવભાઈ વસ્તપરા નામના ખેડૂતનો કપાસનો પાક વરસાદને કારણે બગડી જતા 25 વીઘામાં વાવેલો કપાસ કાઢી નાખ્યો છે. કપાસ કાઢી નાખનાર જાદવભાઈ પ્રાગજીભાઈ વસ્તપરાએ જણાવ્યું કે, અતિવૃષ્ટિને કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો છે. મગ, અડદ, તલ સહિતના પાકો નિષ્ફળ ગયા છે. સરકાર આ માટે કંઇક વિચારે અને ખેડૂતોને સહાય કરે તેવી અમારી માંગ છે. લખુભાઈ સામતભાઈ બસીયા નામના ખેડૂતે જણાવ્યું હતું કે, હાલ જાદવભાઈએ કપાસ કાઢી નાખ્યો છે તેમાં એક પણ જીંડવું નથી. કપાસ તો ફેઈલ ગયો છે સાથોસાથ મગફળી પણ ફેઇલ જવાની તૈયારીમાં છે. સરકાર આ વિશે કંઇક વિચારે તો સારૂ નહીંતર ખેડૂતને આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ખેડૂત અત્યારે દેવાના ડુંગરમાં દબાયેલો છે. મંડળીના દેણા છે, પંચાયતના દેણા છે, બેંકોના દેણા છે. સરકાર સર્વે કરે અને સહાય કરે તેવી માંગ છે.રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે મહદ અંશે કપાસ, શેરડી, દિવેલા, બાજરી, ડાંગર, કેળા, શાકભાજી, મગફળી, એરંડા અને તલના પાકનું ધોવાણ થયું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર કપાસ અને મગફળીમાં 80 ટકા જેટલી નુકસાની થઇ છે જ્યારે તલનો પાક સાવ નિષ્ફળ ગયો છે.ગુજરાત સરકારે 22 દિવસ પહેલા દુષ્કાળ, અતિવૃષ્ટી કે કમોસમી વરસાદને કારણે નુકસાન વેઠનાર ખેડૂતો માટે નવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી. વર્તમાન વર્ષની ખરીફ સિઝન માટેની આ યોજના હેઠળ ખેડૂતોને એક પણ પ્રીમિયમ નહીં ભર્યું હોય તો પણ પાક વીમાનો લાભ મળશે. કેન્દ્ર સરકારે પાક વીમો મરજિયાત જાહેર કર્યાં બાદ ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને વગર પ્રીમિયમે પણ વળતર મળે એ હેતુસર ચાલુ વર્ષ માટે આ યોજના લૉન્ચ કરી છે. એટલે કે આ યોજનાનો લાભ હાલ ચાલુ વર્ષની ખરીફ (ચોમાસુ) સિઝન પૂરતો મળશે. આ માટે રાજ્ય સરકારે 1800 કરોડ રૂપિયાનું ભંડોળ નિર્ધારિત કર્યું છે.

Download Our B K News Today App



Related News