ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશ જેવો ગુંડા એક્ટ બનાવવાની તૈયારી, પાસા એક્ટમાં સુધારા થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 15:02:27
  • Views : 366
  • Modified Date : 2020-08-27 15:02:27

    ગુજરાત સરકાર રાજ્યમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે નવો કાયદો લાવવા તૈયારી કરી રહી છે. જે આ કાયદો ઉત્તર પ્રદેશના કંટ્રોલ્સ ઓફ ગુંડાઝ એક્ટ સમાન હશે. એટલે કે ગુંડા એક્ટ લાગુ કરશે. જેમાં પોલીસની સત્તા પણ વધારવામાં આવશે અને હાલના પાસા એક્ટમાં પણ ધરખમ ફેરફારો કરશે, આ અંગે વિધાનસભાના ચોમાસુ સત્રમાં સુધારા વિધેયક લાવી શકે છેગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને મુખ્યમંત્રી અને રાજ્યની કેબિનેટે અધિકારીને નવો કાયદો અને સુધારીત કાયદો તેમજ અધ્યાદેશ માટેની તૈયારી કરવા માટે જણાવ્યું છે. નવો ગુંડા કંટ્રોલ એક્ટ એવો હશે જે હાલ ઉત્તરપ્રદેશમાં લાગુ ગુંડા એક્ટ જેવો હોઈ શકે છે. આ કાયદાથી પોલીસ અને તપાસ એજન્સીઓ પાસે સત્તા આવશે કે તેઓ અસામાજીક તત્વો સામે પગલા લઈ શકશે. આ વિધાનસભામાં એક કાયદા તરીકે અથવા અધ્યાદેશ તરીકે રજૂ કરવામાં આવી શકે છે

Download Our B K News Today App



Related News