કોરોના સંક્રમણ વધ્યું, જયંતિ રવિ રાજકોટમાં, પાંચ સિનિયર ડોક્ટર અઠવાડિયા સુધી તમામ હોસ્પિટલનું મોનિટરિંગ કરશેઃ CM રૂપાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 16:05:15
  • Views : 295
  • Modified Date : 2020-08-31 16:05:15

      રાજકોટ મનપાના 1047 કરોડના 321 કામોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઓનલાઈન કરવામાં આવ્યું હતું. વિજય રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ઓનલાઈન કાર્યક્રમમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. પાંચ સિનિયર ડોક્ટર અઠવાડિયા સુધી તમામ હોસ્પિટલનું મોનિટરિંગ કરશે.વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પાંચ સિનિયર ડોક્ટરોને રાજકોટ મોકલ્યા છે. આ ડોક્ટરો અઠવાડિયા સુધી તમામ હોસ્પિટલોનું મોનિટરિંગ કરશે. તેમજ નવા 200 બેડની સુવિધા પણ રાજકોટમાં વધારવાની સુચના આપવામાં આવી છે. રાજકોટમાં કોરોના પર નિયંત્રણ લાવવા માટે તમામ પગલા લેવામાં આવશે. તેમજ મુખ્યમંત્રીએ રાજકોટ મનપાને પણ ટકોર કરી છે. જેમાં રાજકોટના 100 ટકા ઘરોમાં શુદ્ધ પાણી આપવાની સુચના આપી છે. નલ સે જલ યોજના સાકાર કરવાની ટકોર કરી છે. તેમજ તંત્રને કામે લાગી જવા સુચના આપી છે.ભાવનગર શહેરમાં તૈયાર થયેલા અને તૈયાર થનારા વિકાસના કામોના રૂ.255 કરોડના વિકાસના કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. શહેરના રાજકોટ રોડ ગૌરવપથ શાસ્ત્રીનગરથી આર.ટી.ઓ. સર્કલ થઈ દેસાઈનગર પેટ્રોલપંપ સુધીના રૂ.115.59 કરોડના ખર્ચે તૈયાર થનાર ફ્લાયઓવર બ્રિજ, 119.84 કરોડ રૂ.ના ખર્ચે તૈયાર થનાર 1252 ઇ.ડબલ્યુ.એસ. 2 પ્રધાનમંત્રી આવસ યોજનાના આવાસો, 80 ઇ.ડબલ્યુ.એસ.1 આવાસોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ ગંગાજળિયા તળાવ ડેવલપમેન્ટનું રૂ.10.53 કરોડના કામો, રુવા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું નવું બાંધકામ અને આરોગ્ય સુવિધા તેમજ આનંદનગર અને તરસમિયા હેલ્થ સેન્ટરનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયું હતું. જેમાં તેની સાથે રાજ્યમંત્રી વિભાવરીબેન દવે પણ જોડાયા હતા. જ્યારે ભાવનગર સરદારનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય અને પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી,મેયર અને કમિશનર ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News