વિશ્વના ટોપ 20 ટ્રેઇનર ઓફ 2020 એવોર્ડ માટે ગુજરાતી એવા ડૉ. શૈલેષ ઠાકરની પસંદગી, આ યાદીમાં સ્થાન પામનારા એકમાત્ર ભારતીય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 17:27:39
  • Views : 406
  • Modified Date : 2020-08-27 17:27:39

       શહેરના જાણીતા મેનેજમેન્ટ થિન્કર અને લીડરશીપ ગુરૂ ડૉ.શૈલેષ ઠાકર વર્ષ 2020ના ટોપ 20 મેનેજમેન્ટ ટ્રેઈનરની યાદીમાં સ્થાન પામ્યા છે. ન્યૂજર્સીના ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ (ILFD2020.com) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં સ્થાન પામનારા તેઓ એકમાત્ર ભારતીય છે. આ યાદીમાં તેમની સાથે બ્રાયન ટ્રેસી, જ્હોન મેક્સવેલ અને માર્શલ ગોલ્ડ સ્મિથ પણ સામેલ છે. તેમને આ સન્માન 19 ડિસેમ્બર 2020ના રોજ અમેરિકાના શિકાગોમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ સન્માન માટે સમગ્ર દુનિયામાંથી 5000 હજાર નોમિનેશન્સ મળ્યા હતા.તેમણે અત્યાર સુધીમાં 64 દેશોમાં 19,500 કલાક જાહેર વ્યાખ્યાન આપ્યા છે. તેઓએ 1900 જેટલી મેનેજમેન્ટ વર્કશોપ કરી છે અને 550 ટ્રેનરોને તૈયાર કર્યા છે. આ ઉપરાંત 100થી વધુ મલ્ટીનેશનલ અને 400થી વધુ નેશનલ કંપનીઓમાં મેનેજમેન્ટના પાઠ શીખવ્યા છે. તેઓ દરરોજ સવારના 4 વાગ્યે મેનેજમેન્ટ બ્લોગ્સ લખે છે અને ટ્રાફિકની દ્રષ્ટીએ ગૂગલ રેન્કમાં 226 કરોડ હિટ્સ સાથે પહેલા નંબર પર છે. તેમજ 100 જેટલી સેલ્ફ હેલ્પ બૂક્સ પણ લખી ચૂક્યા છે. જ્યારે પ્રોજેક્ટ 2050માં દેશના મુખ્ય માર્ગદર્શક તેઓ ભારતીય મૂલ્યો અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ યોગદાન આપી રહ્યા છે.

Download Our B K News Today App



Related News