GTUની ઓફલાઈન પરીક્ષા સતત ત્રીજી વખત મોકૂફ રહી, 17 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા હવે સપ્ટેમ્બરમાં લેવાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-06 14:12:53
  • Views : 377
  • Modified Date : 2020-08-06 14:12:53

    G.T.U ના 24 હજારથી વધુ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાને સરકારની ગાઈડ લાઈનનું ફરી એક વાર ગ્રહણ લાગ્યું છે. કોરોનાની સ્થિતિમાં રાજ્ય સરકારને કેન્દ્રની ગાઈડ લાઈન મુજબ પરીક્ષા કેન્દ્રોમાં ઓફલાઈન પરીક્ષાનું આયોજન શક્ય ન હોવાથી 17 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા સતત ત્રીજી વખત મોકૂફ રાખવી પડી છે. પહેલીવાર ઓફલાઈન પરીક્ષા માટે 25 જૂનની તારીખ જાહેર કરાઈ હતી. જે બદલીને 2 જુલાઈ જાહેર કરી હતી. હવે ઓફલાઈન પરીક્ષા જીટીયુની વધારાની પરીક્ષાની સાથે સપ્ટેમ્બરમાં યોજાશે.

Download Our B K News Today App



Related News