સલામત ગુજરાતનો નારો શંકાના દાયરામાં! રાણીપમાં GST બ્રિજ નીચેથી કારમાં મળ્યો પટેલ યુવકનો મૃતદેહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 17:43:55
  • Views : 355
  • Modified Date : 2020-02-12 17:43:55

સમગ્ર રાજ્યમાં વધતી જતી હત્યા, લૂંટફાટને કારણે સલામત ગુજરાતના નારાને જ શંકાના દાયરામાં મૂકી દીધો છે. અમદાવાદમાંથી હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં એક કારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા GST બ્રિજ નીચેથી યુવકનો મૃતદેહ મળ્યો છે. પોલીસે હત્યાની આશંકાને આધારે તપાસ હાથ ધરી છે.મંગળવારે અમદાવાદના રાણીપમાં આવેલા GST બ્રિજના છેડે એક કારમાં એક યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ તેનું મોત નિપજ્યું હતું. ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાણીપ વિસ્તારમાં કારમાંથી મળેલા મૃતદેહની ઓળખ હર્ષ પટેલ તરીકે થઈ છે. જે ન્યૂ રાણીપમાં આવેલા શ્રીજી બંગલોમાં રહે છે. હર્ષની ઉંમર 31 વર્ષીય છે. તેની મંગળવારના રાત્રિએ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને હોસ્પિટલમાંથી લાશનો કબજો મેળવી સિવિલમાં પોસ્ટ મોર્ટમ માટે લઈ ગઈ હતી.પોલીસે મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાવીને લાશનો કબજો તેમના પરિવારને સોંપી દીધો હતો. 

Download Our B K News Today App



Related News