ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદની હોસ્પિટલમાં: નાનકડી સર્જરી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 17:42:21
  • Views : 533
  • Modified Date : 2019-09-04 17:42:21

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સવારે એકાએક જ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા જ્યાં તેમના પર નાનકડી સર્જરી કરાઈ છે. ત્યારબાદ બપોરે સવા બાર વાગ્યા પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે અમિત શાહને હોસ્પિટલમાં દાખલ કર્યા તેમના પર સર્જરી થઇ હોવા છતાં સરકારના કોઈ મંત્રી કે સંગઠનના એક પણ નેતાને તે બાબતની જાણકારી ન હતી.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પારિવારિક પ્રસંગે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા પરંતુ સવારે 8:45 વાગ્યે તેઓ એકાએક જ પોતાના કાફલા સાથે થલતેજના નિવાસસ્થાનેથી રવાના થયા હતા. તેઓ એસજી હાઈવે પર વૈષ્ણવદેવી ચાર રસ્તા પાસે આવેલી કેડી નામની ખાનગી હોસ્પિટલ માં દાખલ થયા હતા. નિષ્ણાત ડોક્ટરોએ તેમના વિવિધ પ્રકારના પાંચથી છ ટેસ્ટ કર્યા હતા, ત્યારબાદ નાની સર્જરી કરી હતી. જે લગભગ દોઢ કલાક જેટલો સમય ચાલી હતીઅમિત શાહ હોસ્પિટલમાં દાખલ થયા. તે સમયે તેમની સાથે તેમના ધર્મ પત્ની તથા પુત્ર અને પુત્રવધુ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ હાજર ન હતું કેટલું અહીં હોસ્પિટલમાં અન્ય કોઈ લોકોને અમિત શાહ પાસે જવાની પરવાનગી અપાઈ ન હતી. બપોરે 12:15 વાગ્યે સર્જરી થયા બાદ અમિત શાહ ને રજા આપી દીધી હતી. આથી તેઓ ફરીથી પોતાના થલતેજ સ્થિત નિવાસ્થાને જવા રવાના થઇ ગયા હતા.સુત્રો જણાવે છે કે અમિત શાહને છેલ્લા ઘણા સમયથી હાઈ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર રહે છે પરંતુ આજે ડોક્ટર હોય કઈ બીમારી માટે કેવી સર્જરી કરી તેની સત્તાવાર વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. હાલમાં અમિત શાહની સ્થિતિ અને તબિયત ખૂબ જ સારી છે. તેઓ જાતે જ ગાડીમાં બેસીને રવાના થયા હતા.બીજી બાજુ તેઓ કેડી એટલે કે કેતન દેસાઈની હોસ્પિટલમાં દાખલ થતા થોડો ગણગણાટ પણ શરૂ થયો છે, કારણકે કેતન દેસાઈને મેડિકલ માફિયા તરીકે ઓળખવામાં આવતા હતા. એક સમયે MCI માં વર્ષો સુધી એક હતું. શાસન ભોગવનારા કેતન દેસાઈ વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરી હતી અને તેમને જેલમાં ધકેલી દીધા હતા, ત્યારબાદ કેતન દેસાઈ પોતાની માતાના નામને લઈને કે.ડી હોસ્પિટલ ચાલુ કરી હતી.

Download Our B K News Today App



Related News